
શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ
રાજપીપળા એસટી ડેપોની ભંગાર અને ખખડધજ બસો ક્યારે બદલાશે.? અધવચ્ચે બગડેલી બસને કારણે મુસાફરો સહિત વિદ્યાર્થીઓ અટવાયા;
નર્મદા જિલ્લાના એકમાત્ર મોટા રાજપીપળા એસટી ડેપોની ઘણી બસો ભંગાર હાલતમાં હોય નવી બસો ન મળતા અવાર નવાર અધવચ્ચે બગડી જતા મુસાફરો સહિત વિદ્યાર્થીઓને વારંવાર હાલાકી ભોગવવી પડે છે, છતાં એસટી વિભાગના પેટનું પાણી હાલતું નથી.
પ્રાપ્ત માહિતી અનુસાર દેડીયાપાડા ના ધારાસભ્યની એસટી ડેપોમાં રજૂઆત બાદ પાંચ એસટી બસોનો વધારો થયો ત્યારે લોકોમાં ભારે ખુશી જોવા મળી હતી પણ સુધરે તે પહેલાં બીજા એસટી તંત્રની ફરી બીજા દિવસ બાદ સાંજે રાજપીપલા થી પરત આવી રહેલા વિદ્યાર્થીઓને માથે ભંગાર બસ મારી દેતા, બસ ખામરના ટેકરા પર બસ બંધ થઈ જતા ૫૦ થી ૬૦ જેટલાં મુસાફરો સહિત વિદ્યાર્થીઓને અટવાવવાનું વારો આવ્યો હતો, જેમાં મોટાભાગના વિદ્યાર્થીઓની સાથે અનેક મુસાફરો પણ ખામર ટેકરા પાસે ફસાઈને બીજી બસની રાહ જોતા જોવા મળ્યા હતા, જેમાં કેટલાક ને બસ નું ભાડું ખર્ચવા છતા ફરી ખાનગી વાહનો નું ભાડુ ચૂકવી પોતાનાં ઘરે જવું પડ્યું હતું, આમ મોઘવારીનાં સમય માં સમય સાથે ડબલ પૈસા ખર્ચવાનો વારો આવ્યો હતો, જેના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો, રાજપીપળા નું એસટી ડેપોનું તંત્ર સૌ ખાડે ગયું છે ભંગાર બસો જ દેડીયાપાડા સાગબારાના રૂટ પર આ વિસ્તારમાં મૂકવામાં આવે છે જે પોતાના રૂટ નાં સ્થાને પહોંચી શકતી નથી.
આ વિસ્તારમાં એમ તો કડકડતી ઠંડીની સાથે દેડિયાપાડા થી ૪૦ કી.મી.દૂર બસ ખામર ટેકરા પહેલા જ બંધ થઈ બગડી ગઈ હતી, જેથી ટિકિટ લીધેલા મુસાફરોએ ફરીથી પોતાનાં ભાડા ખર્ચવાનો વારો આવ્યો હતો અને ખાનગીમાં વાહન બેસવાનો વારો આવ્યો હતો જ્યારે બીજી બસ એક થી દોઢ કલાક બાદ હતી જેથી જે વિદ્યાર્થીઓનું અને ગરીબ લોકો હતા તેઓ માટે બીજી બસમાં બે કલાક બાદ ઉભો ઉભા જવાનો વારો આવ્યો હતો, આવી કફોડી હાલત દેડીયાપાડા રોડ પર કાયમી છે જેને રાજપીપળા એસટી ડેપો તંત્રો તરફથી કોઈ સારી વ્યવસ્થા ન કરવામાં આવતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. અને સારી બસો ની ફાળવણી કરવામાં આવે એવી લોકોની માંગ ઉઠવા પામી છે.
રિપોર્ટર: સર્જન વસાવા, નર્મદા