શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
આપ ની સરકાર બન્યા બાદ ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત બનાવીશું: અરવિંદ કેજરીવાલ:
ડેડીયાપાડા ખાતે આમ આદમી પાર્ટી દ્વારા યોજાયેલ જાહેર સભામાં જનમેદની ઉમટી;
દેડીયાપાડા: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તથા પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન તથા આપ પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા એ નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ખાતે એક સભાને સંબોધી હતી, આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનને સાંભળવા અને એમનું અભિવાદન ઝીલવા માટે સ્વયંમભૂ આદિવાસીઓ સહીત હજારોની જનમેદની ઉમટી પડી હતી.
જંગી મેઘની વચ્ચે તેઓએ આપને ચૂંટણી લાવી ગુજરાતમાં આપની સરકાર બનાવવા અપીલ કરી હતી. અને તેઓએ તેમના ભાષણની શરૂઆત કેમ છો એમ કહી ગુજરાતીમાં શરૂઆત કરી હતી અને દિલ્હીમાં જે રીતે મફત વીજળી અને આરોગ્ય સુવિધા પણ મફત મળે છે તે પ્રમાણે જ ગુજરાતમાં પણ મફત વીજળી અને આરોગ્ય સુવિધા સાથે શિક્ષણ પણ મળશે એમ કહી તમારી ચિંતા હવે તમારો ભાઈ કરશે એમ ગુજરાતીમાં કહ્યું હતું અને અને પહેલી માસથી ગુજરાતમાં આપની સરકાર બનશે તેવો દાવો કરી દાવો કરી મારી સરકાર બનશે તો વીજળીના બિલ તમારે ભરવા નહીં પડે એમ જનતાને કહ્યું હતું.
વધુમાં તેમણે કહ્યું કે આપની સરકાર બન્યા બાદ ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત બનાવીશું, આમ આદમી કટર ઈમાનદાર પાર્ટી છે જો મારો દીકરો કે મારા ઘરનો સભ્ય પણ કોઈ જાતની બેઈમાની કરશે તો તેમને જેલ ભેગા કરીશું અને આ પંજાબમાં થઈ ચૂક્યું છે પંજાબના આરોગ્ય મંત્રીએ ગરબડ કરી હતી અને તેમને પંજાબના મુખ્યમંત્રીએ જેલમાં નાખ્યા છે આવું તો રામરાજમાં જ બને ઉપરાંત તેમણે એક ધાર્મિક વાત પણ કરી કે અયોધ્યા બધાને જવાની ઈચ્છા હોય ત્યારે હું બધા જ અયોધ્યા મફત તેમના પરિવાર સાથે જાય તે પ્રમાણેના પ્રયત્નો કરીશ મને દિલ્હીમાં લોકો શ્રવણ કહે છે અને ગુજરાતના લોકો પણ મને શ્રવણ કહે તેમ હું ઈચ્છું છું એમ કહી લોકોની ધાર્મિક લાગણી જીતવાનો પ્રયાસ કર્યો હતો.
જો અમારી સરકાર આવશે તો જે લોકોએ પૈસા ખાધા છે તે તે તમામ ભ્રષ્ટાચારીઓને જેલ ભેગા કરીશું અને તેમના પેટમાં હાથ નાખીને એક એક પૈસો બહાર ઓકાવીશું આમ કહી તેમને નર્મદા જિલ્લાની બંને બેઠકો આપને જીતાડવા અપીલ કરી હતી.