શ્રોત: ગ્રામીણ ટુડે ભરૂચ નર્મદા પ્રતિનિધિ.
ભરૂચ જીલ્લાની અંકલેશ્વર જી.આઇ.ડી.સી.ની હિમાની ઇન્ડસ્ટ્રીઝનાં પ્લાન્ટમાં પ્રચંડ ધડાકા સાથે ચાલુ ફેક્ટરીમાં મોડી રાત્રે અચાનક આગ ફાટી નીકળી,
ફાયર બ્રિગેડની 5 ગાડીઓએ ભારે જેહમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો, મળતી માહિતી મુજબ 5 કામદાર ઇજાગ્રસ્ત
ઇજાગ્રસ્ત પૈકી 3 કામદારોની હાલત અત્યંત નાજુક! એક કામદારના મરણની આશંકા, ભરૂચ વિસ્તારમાં આગ છે કે થમવાનું નામ નથી લેતી! અહીના ઉધોગોમાં ગંભીર અકસ્માતની સપ્તાહમાં બીજી ઘટના:
3 જૂને દહેજની યશસ્વી રસાયણમાં 10 લોકો જીવતા ભુજાયા હતા, સુત્રોનાં હવાલે ઘણાં લોકો ભુજાયાની લોક ચર્ચા? તપાસ સમિતિની સરકારે કરી રચના;
ભરૂચ કોરોના અપડેટ: આજરોજ ભરૂચમાં 7 નવા પોઝિટિવ કેસ નોંધાયા…અત્યાર સુધીમાં એક દિવસમાં સૌથી વધુ નવા કેસ…કુલ પોઝિટિવ કેસ ની સંખ્યા 68 થઈ.
ભરૂચ જિલ્લામાં કોરોના વાયરસથી વધુ એક મોત આમોદના વાવડી ફળિયામાં રહેતા 58 વર્ષીય મહેબૂબ અલી પટેલનું મોત નીપજ્યું કોરોનાની સારવાર મળે એ પૂર્વે જ હૃદય રોગનો હુમલો આવતા મોત નીપજ્યું.
ભરૂચ જિલ્લામાં કોરોનાથી મોતનો આંક 5 પર પહોંચ્યો.