શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જન વસાવા
દેડીયાપાડા નગર પોલીસ છાવણીમાં ફેરવાયું :
આવતીકાલનો કાર્યક્રમ નિર્ધારિત સમય પર અને નક્કી સ્થળ પર રહેશે જેની સમાજના લોકો ધ્યાન માં લે :- સામાજિક આગેવાન ચૈતરભાઈ વસાવા
આદિવાસી સમાજ હવે જાગૃત અને શિક્ષીત થયો છે, અમને કોઈ થી ડરાવવું અને ધમકાવવું બંધ કરો….
પ્રાપ્ત માહિતી મુજબ નર્મદા જીલ્લાના ડેડીયાપાડા તાલુકા મથકે સ્થાનિક આદિવાસી સમાજનાં એકતાના ભાગરૂપે આવતીકાલે થનાર ભગવાન બિરસા મુંડાની પ્રતિમા અનાવરણ કાર્યક્રમનુ ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે,
સ્થાનિક તંત્ર દ્વારા લેવામાં આવતી તમામ પરવાનગીઓ લઈ લીધા બાદ અને અનાવરણ વાળી જગ્યાએ પ્રતિમા પણ મુકાઇ ગઈ છે અને હવે કાલે યોજાનાર ભવ્ય કાર્યક્રમને નેશનલ હાઇવે અથોરિટી દ્વારા મુલતવી રાખવા જણાવતા આદિવાસી સમાજમાં ઘેરા પ્રત્યાઘાત જોવા મળી રહયા છે,
આદિવાસી સમાજના જાગૃત આગેવાનો દ્વારા અગાઉ હાઇવે અથોરિટીની મુલાકાત કરતાં તેઓએ અમારા કાર્ય વિસ્તારમાં નથી આવતું જણાવ્યુ હતું અને હવે ભગવાન બિરસા મુડાજી ની પ્રતિમા અનાવરણ ના આગલા દિવસે કોથળામાંથી બિલાડું કાઢતાં આદિવાસી સમાજનાં અગ્રણીઓ અને સમાજના લોકોમાં રોષની લાગણી પ્રવર્તાય રહી છે કે..
” કોના ઈશારે હાઇવે અથોરિટી ” કાર્યક્રમ અટકાવવાનો પ્રયાસ કરી રહી છે?
કોના ઈશારે કાર્યક્રમ પહેલા સમગ્ર વિસ્તાર પોલીસ છાવણી ફેરવાઈ ગયું.? જેવાં અનેક સવાલો વચ્ચે આદિવાસી સમાજ કોઈપણ ભોગે ડેડીયાપાડા ખાતે ભગવાન બિરસા મુંડાની પ્રતિમાનુ અનાવરણ કરશે…! તેમ સ્થાનિક આદિવાસી સમાજના આગેવાનોએ ઉમેર્યું હતું.
આવતીકાલે જાહેર કાર્ય મુજબનો ટાઇમે કાર્યક્રમ સ્થળે પધારવા માટે સમાજના આગેવાનોએ જનતા જોગ અપીલ કરી હતી, અને કોઈપણ દુષ્પ્રચાર કરતાં અસામાજિક તત્વોને ધ્યાને નહી લેવા માટે જણાવ્યું હતું.