શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તન ગામીત
તાપી જિલ્લામાં વધુ એક ગોરસ મલ્ટ્રીટ્રેડ પ્રા લિ.નામની ચિટફંડ કંપનીએ કરોડો રુપિયાનું ફુલેકું ફેરવતા કલેકટર અને પોલીસને ફરિયાદ કરવામાં આવી :
ગોરસ મલ્ટીટ્રેડ પ્રાઈવેટ લીમીટેડ કંપનીએ ફક્ત તાપી જીલ્લા થી રૂપિયા ૫,૧૨,૭૭,૦૮૬/- સેરવી લીધા હજુ બીજા વિસ્તારમાં પોલીસ દ્વારા તટસ્થ તપાસ આદરવામાં આવે તો કરોડો નું કોંભાંડ બાહર આવે તેમ છે,
તાપી જિલ્લાના ગામડાઓમાં એક ચિટફંડ કંપનીએ લોકો પાસેથી ટૂંકા ગાળાની ફિક્સ ડિપોઝીટની થાપણ મુકાવીને પાકતી તારીખમાં થાપણ ધારકોને નાણાં નહી આપી ગોરસ મલ્ટ્રીટ્રેડ પ્રા લિ.નામની કંપનીના ડાયરેક્ટર/માલિક પટેલ જીજ્ઞેશભાઈ વજીરભાઇ અને જેસવાલ અનિલભાઈ રામનરેશભાઈએ લોકો સાથે છેતરપીંડી કરવામાં આવી હોવાનો અહેસાસ થતા તાપી કલેકટરને અને પોલીસ સ્ટેશને રજુઆત કરી છે. સ્થાનિક ભોળા અને નોકરી વંચિત આદિવાસીઓને લોભામણી વાતો કરીને રૂપિયા ભેગા કરવા કરાય છે ઉપયોગ… અને પછી અચાનક લાગી જાય છે ઓફીસ ને ખંભાતી તાળા…!
આ રજુઆતમાં એવુ જણાવવામાં આવ્યું છે કે આ ગોરસ મલ્ટી ટ્રેડ કંપની ની મુખ્ય ઓફિસ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ નજીક ગોહિલ કોમ્પ્લેક્સ 220 બીજા માળે, ખેરગામ રોડ ચીખલી, વલસાડ મુકામે આવેલ હોવાનું જણાવેલ છે. આ કંપની છેલ્લા ૨૦૧૪ થી તાપી જિલ્લાની અંદર સક્રિય હતી અને આદિવાસીઓના દક્ષિણ ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં બ્રાંચ ઓફિસો ખોલી અને નાણાં ટૂંકા ગાળામાં બચત કરવાની અને વધુ વળતર આપવાની લાલચ આપી કામ કરી રહી હતી.
મળતી માહિતી મુજબ તાપી જિલ્લામાં વ્યારા મુકામે સને 2014માં બાપા સીતારામ કોમ્પ્લેક્સ પાનવાડી, જીલ્લા સેવા સદન સામે, બ્રાન્ચ શરૂ કરવામાં આવી હતી, ત્યારબાદ સને 2014 થી 2019 સુધી ત્રણ વર્ષ પાંચ વર્ષ અને આઠ વર્ષ વાળી પાકતી મુદતની પોલીસી તથા બચત ખાતા ફિક્સ ડિપોઝિટ વગેરે લોકોને નાણા થાપણ તરીકે રોકાણ કરાવીને અંદાજીત રૂપિયા રોકડા થાપણ જમા લીધા બાદ ફરી આપવાના પાકતી મુદતે નાણાં આપવાના થતા હોય જે આપવા કંપનીએ આના કાની તેમજ એનકેન પ્રકારે નાણાં પરત ન આપવાનો નન્નો કરતા થાપણ ધારકોએ તાપી જિલ્લા કલેક્ટર અને તાપી પોલિસ સ્ટેશને રજુઆત કરી છે.
કંપનીની માહિતી: રજીસ્ટ્રેશન, નંબર.U52100G/2011PTC066430 થી જયેશભાઈ બાબુભાઈ પાડવી ડાયરેક્ટર નંબર 03567085 અને પટેલ જીજ્ઞેશભાઈ વજીરભાઇ ડાયરેક્ટર નંબર 03567059 તરીકે નિમાયા હતાં, હાલમાં બંને ડાયરેક્ટર kyc નહિ કરાવેલ હોય વર્ષ ૨૦૨૦ થી ડી-એક્ટીવેટેડ થઇ ગયા છે, અને હાલમાં જેસવાલ અનિલભાઈ રામનરેશભાઈ નાઓને ડાયરેક્ટર નંબર 07408910 થી 03 October 2014 વર્ષ થી માલિક અને ડાયરેક્ટર તરીકે ગોરસ મલ્ટીટ્રેડ પ્રાઈવેટ લીમીટેડ કંપની સંચાલન કરેલ, જેમની કેપિટલ રકમ એક લાખ રૂપિયા છે, અને પેડઅપ રકમ એક લાખ રૂપિયા છે,
એક કંપની બીજી પણ આ લોકોએ ખોલી છે, જેની વિગત મેળવવી પોલીસ માટે તપાસ નો વિષય:
U74999GJ2016PTC092678 |
GORAS STRATEGIC CONSULTANTS PRIVATE LIMITED |
અરજદારનાઓ એ સદર ઉપરોકત કંપનીએ ફક્ત તાપી જીલ્લા થી જ માં સને-૨૦૧૪ થી ૨૦૧૯ સુધીમાં ૩ વર્ષ તથા ૫ વર્ષ તથા ૮ વર્ષ વાળી પાકતી મુદત ની પોલીસી તથા બચત ખાતા તથા ફિક્સ-ડીપોઝીટમાં આશરે રૂપિયા ૫,૧૨,૭૭,૦૮૬/-અંકે પાંચ કરોડ બાર લાખ સિતોતેર હજાર છયાસી રૂપિયા પુરાનું રોકાણ કરેલ હતું. ત્યારબાદ મેચ્યુરીટી ની લેણી રકમ ની માંગણી કરતા સદર કંપનીનાં માલિકો યેનકેન બહાના બતાવીને હમો અરજદાર ની માંગણીઓને ટાળતા આવેલ અને જુદા જુદા બહાના બતાવતા આવેલ સદર કંપનીનાં માલિકો ને અગાઉ નોટીસ થી કલેકટર કચેરી, તાપી-વ્યારા દ્વારા લેણી રકમ ચૂકવી આપવા જણાવેલ છતાં પણ કાયદેસર ની લેણી રકમ ચુકવતા નથી એવું આવેદનપત્ર આપવા આવેલા ભાઈ બહેનોએ જણાવ્યું હતું, જેથી આપ સાહેબ ને હાલ આવેદનપત્ર આપી સદર કંપનીનાં માલિકો હમો આદિવાસી ગરીબ લોકો ની કાયદેસર ની લેણી રકમની ચુકવણી કરી આપે તેવી કાયદેસર ની કાર્યવાહી કરવા હમો અરજદારની નમ્ર અરજ કરી છે. અને તાપી પોલીસને પણ ફરિયાદ આપીને તાત્કાલિક ન્યાય અપાવવા માટે પીડિત લોકોએ વિનંતી કરી હતી.