
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જન વસાવા
ડેડીયાપાડા ની બારોટ વિદ્યાલય ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી;
૨૫૦ વિદ્યાર્થીઓ દ્વારા માનવ સાંકળ રચી દેશની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી;
શ્રી.એન.બારોટ વિદ્યાલય ડેડીયાપાડા ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમની ઉજવણી પસંગે માનવ સાકળ રચી ભારત દેશનો નકશો અને રાષ્ટ્રધ્વજ બનાવવામાં આવ્યો હતો. શાળાના આચાર્ય શ્રી.વાય. પી ભલાણીના માર્ગદર્શન હેઠળ શાળાના શિક્ષકો આરીફ સૈયદ, મતીન કુરેશી, વસાવા નિલેશભાઈ તથા દેવાંગ વસાવા દ્વારા સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના ધોરણ 12 ના 250 જેટલા વિદ્યાર્થીઓ દ્વારા માનવ સાંકળ રચી દેશની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી હતી અને વિદ્યાર્થીએ રાષ્ટ્રધ્વજ તિરંગો લહેરાવીને આઝાદી કા અમૃત મહોત્સવની ધામધૂમ ભેર અને હર્ષોઉલ્લાશ સાથે ઉજવણી કરવામાં આવી હતી.