શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તન કુમાર
તાપી જિલ્લામાં વંદે ગુજરાત વિકાસ યાત્રા:
સોનગઢ તાલુકાના વિવિધ ગામોમાં પહોંચી ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’ પહોંચી:
વંદે ગુજરાત વિકાસ યાત્રા વાજતે ગાજતે સોનગઢના પાંચપીપળા મુકામે આવી પહોંચી:
વ્યારા: તાપી જિલ્લામાં સોનગઢના મામલતદારશ્રી ડી.જે. ઢીમરના અધ્યક્ષસ્થાને પાંચપીપાળા પ્રાથમિક શાળા આવી પહોંચેલી ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’ ગુજરાતના 20 વર્ષોના વિકાસની ગાથા સાથે, અનેકવિધ પ્રવૃત્તિઓ લઈને પાચપીપળા, સીસોર, ભાણપુર, જમાપુર વેલજર ગામે પહોંચી હતી. જ્યાં વિકાસરથનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.
ગુજરાત સરકારશ્રીની 20 વર્ષની વિકાસયાત્રાના ભાગરૂપે સોનગઢ તાલુકાના ગામેગામ ભ્રમણ કરી રહેલી ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’ થકી જે તે ગામોમાં જઈ સરકારની વિકાસલક્ષી યોજનાની જાણકારી અને સાફલ્ય ગાથાઓની ઝાંખી દર્શાવતી શોર્ટ-ફિલ્મો નું નિદર્શન કરી દરેક ગામોમાં લાભાર્થીઓને વિવિધ યોજનાકિય સહાયનું વિતરણ, વિકાસ કાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત સહિત વૃક્ષારોપણ કરવામાં આવ્યુ હતુ.
સોનગઢ તાલુકાના વિસ્તારમાં ફરી રહેલી વંદે ગુજરાત વિકાસ યાત્રાએ લોકોને સરકારની યોજનાના લાભોની માહિતી પહોંચતી કરી હતી. વિકાસ યાત્રાના રથ પર એલઈડી સ્ક્રીન દ્વારા લોકોને સરકારની આર્થિક સહાયથી પગભર થયેલા લોકોની ગાથા પણ રજૂ કરાઈ હતી. વિકાસ રથ યાત્રાનું કુમકુમ તિલકથી સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે શ્રી એમ. કે. મન્સુરી નાયબ મામલતદાર પુરવઠા સોનગઢ, શ્રી ડો. બિનલ મિસ્ત્રી મેડિકલ ઓફિકર સીંગપુર શ્રીમતી રાધાબેન પટેલ સી.ડી.પી.ઓ. સોનગઢ,શ્રી આશીષભાઇ પાણી પુરવઠા વિભાગ વ્યારા, શ્રીમતી દીપિકાબેન ઇશ્વરભાઇ ચૌધરી સરપંચશ્રી ઘાસિયામેઢા, તલાટીશ્રી, ગ્રામ પંચાયત સભ્યશ્રીઓ, ગામના આગેવાનો સહિત અન્ય અધિકારીશ્રીઓ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો, આંગણવાડીની બહેનો અને શિક્ષકો તથા શાળાના બાળકો ઉપસ્થિત રહી વિકાસ રથને ઉત્સાહભેર આવકરી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.