
શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
ચીકદા ગામે નદીના પ્રવાહમાં તણાઈ જવાથી મૃત્યુ પામનારનાં પરિવારને સરકારશ્રી તરફથી ૪ લાખ રૂપિયાની સહાય;
નર્મદા જીલ્લા પંચાયત પ્રમુખ પર્યુષાબેન વસાવાના હસ્તે પરિવારને ચેક આપવામાં આવ્યો;
નર્મદા જિલ્લામાં ભારે વરસાદને કારણે દેડીયાપાડા નાં ચીકદા ગામે ૮ તારીખ ના રોજ તડવી જસવંતભાઈ કમજીભાઈ ખેતરથી ઘરે આવવા નદી પાર કરતાં પાણીનો પ્રવાહ અચાનક વધવાથી ધસમસતા પાણીના પ્રવાહમાં તણાઇ જવાથી મૃત્યુ પામ્યા હતા,અને પરિવારમાં શોકની લાગણી પ્રસરી જવા પામી હતી, તો એમના વિધવા પત્ની તડવી હંસાબેનને સહાય પેઠે સરકારશ્રી તરફથી મળેલ ૪,૦૦,૦૦૦ રૂપિયા નો ચેક નર્મદા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા દ્વારા આપવામાં આવ્યો હતો.
સાથે ચિકદા જિલ્લા પંચાયત સદસ્યશ્રી ખાનસિંગભાઈ, ચિકદા તાલુકા પંચાયત સદસ્યશ્રી લીલાબેન અમરસિંહ, પ્રતાપભાઈ, રણજીતભાઇ ટેલર, તાલુકા વિકાસ અધિકારીશ્રી કે. એ.વસાવા, ચિકદા ગ્રામ પંચાયત સરપંચશ્રી, ગામના આગેવાનશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.