
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
મંડાળા ગામની સીમના ખેતરમાથી ૧૦,૦૦૦ રૂપિયાની મોટર ની ચોરી થતા નોંધાઈ ફરિયાદ;
નર્મદા જીલ્લાના દેડીયાપાડા તાલુકાના મંડાળા ગામની સીમમાં આવેલા ખેતર માંથી મોટર ની ચોરી થતા ફરિયાદ નોંધાઈ છે,
અત્રે ઉલ્લેખનીય છે કે જગત નો તાત ખેડૂત જમીનની સફાઈ કરવા થી માંડીને પાક તૈયાર થાય ત્યાં સુધી કંઈ ને કાંઈ ગુમાવતો રહે છે, છેલ્લે પાક વેચવાના સમયે પણ પકવેલા તુલ માંથી કોઈ બીજા લોકો કટકી ચોરી જતાં હોય છે, “
પ્રાપ્ત માહિતી મુજબ હેમંતભાઇ સુરેશભાઇ વસાવા, ધંધો-ખેતી રહે.ખાબજી ચૈતર ફળીયું તા.દેડીયાપાડા એ આપેલી ફરિયાદ અનુસાર તેમની મોટા મંડાળા ગામની સીમમાં આવેલ મગનભાઇ જોરીયાભાઇ વસાવાનું સર્વે નં.૨૧૭ વાળા ખેતર ની નજીકમાં આવેલ કરજણ નદિ ના પાણીમાં મુકેલ ત્રણ હોર્ષ પાવરની મોટર (દેડકા) કિં.રૂ.૧૦,૦૦૦/- ની કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઇ ગયો હોય દેડીયાપાડા પોલીસે આ બાબતે અજાણ્યા ચોર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.