રાષ્ટ્રીય

રાજ્યમાં સૌપ્રથમ પોષણ અભિયાન અંતર્ગત બાળકોને કુપોષણમુક્ત કરવાની ઝુંબેશ હાથ ધરાઈ: 

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર 

તાપી જિલ્લાના આઈ. સી. ડી. એસ.વિભાગ દ્વારા રાજ્યમાં સૌપ્રથમ પોષણ અભિયાન અંતર્ગત બાળકોને કુપોષણમુક્ત કરવાની ઝુંબેશ હાથ ધરાઈ: 

પાલક વાલી યોજના હેઠળ તાપી જિલ્લાના કુપોષિત બાળકોને દત્તક લઇ કુપોષણથી મુક્ત કરવાના અભિયાનને બિરદાવતા પ્રભારી મંત્રીશ્રી મુકેશભાઈ પટેલ,

       વ્યારા-તાપી: તાપી જિલ્લામાં પોષણ અભિયાન અંતર્ગત આઈ.સી.ડી.એસ.વિભાગ દ્વારા રાજ્યમાં સૌ પ્રથમ આંગણવાડીના બાળકોને કુપોષણમાંથી મુક્ત કરવાની ઝુંબેશ હાથ ધરાઈ છે. આજરોજ જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે પ્રભારી મંત્રીશ્રી અને રાજ્યના કૃષિ, ઉર્જા, પેટ્રોકેમિકલ વિભાગના મંત્રીશ્રી મુકેશભાઈ પટેલ ના અધ્યક્ષ સ્થાને , જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી સૂરજભાઈ વસાવા,જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.કાપડિયા સહિત પદાધિકારીઓની ઉપસ્થિતિમાં “પાલક વાલી યોજના” નો પ્રારંભ કરાયો હતો. 

          તાપી જિલ્લા પંચાયત હેઠળ કુલ ૧૦૪૯ આંગણવાડીના અતિકુપોષિત બાળકો ૬૮૮ અને કુપોષિત ૩૭૦૫ બાળકોને કુપોષણથી મુક્ત્ત કરવા જિલ્લાના પધાધિકારીઓ,ધારાસભ્યશ્રીઓ, સંસદસભ્યશ્રીઓ, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી,તેમજ જિલ્લા પંચાયત સભ્યશ્રીઓ, તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ, તાલુકા સભ્યશ્રીઓ, ગ્રામ પંચાયતના સરપંચશ્રી, તેમજ સભ્યશ્રીઓ દ્વારા આંગણવાડી દત્તક લઇ અતિકુપોષિત અને કુપોષિત બાળકોની સંભાળ રાખી તેમને કુપોષણથી મુક્ત કરવાની ઝુંબેશ ઉપાડી છે. 

             જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડી.ડી.કાપડીયાના માર્ગદર્શન હેઠળ સુચારૂ આયોજન કરવામાં આવ્યું છે. સંપૂર્ણ વૈજ્ઞાનિક રીતે અતિ કુપોષિત બાળકો ને ખજૂર, સીંગની ચીકીની પોષણ કીટ વિતરણ કરવામાં આવી હતી. તેમજ આંગણવાડી દત્તક લીધેલ પદાધિકારીઓને મંત્રીશ્રીના હસ્તે પ્રમાણપત્ર એનાયત કરી આંગણવાડી દત્તક આપવામાં આવી હતી. દત્તક લેનાર તમામ મહાનુભાવોને મંત્રીશ્રીએ બિરદાવ્યા હતા. અને તાપી જિલ્લાએ કુપોષણ અટકાવવા લીધેલ સૌપ્રથમ પગલા બાબતે ખૂબ ખૂબ અભિનંદન આપ્યા હતા.

           પ્રોગ્રામ ઓફિસર તન્વી પટેલે જણાવ્યું હતું કે દત્તક લીધેલ બાળકોનો વાલી અથવા માતા સાથે નિયમિત સંપર્ક કરવાનો રહેશે. તેમને અપાતો પૌષ્ટિક આહાર બાળક નિયમિત લે તે માટે વાલીઓ સાથે પરામર્શ કરી બાળકનું નિયમિત ચેકઅપ કરાય અને બાળક ઝડપથી પોષણક્ષમ તંદુરસ્ત બને ‘સહી પોષણ દેશ રોશન’ ઉક્તિને આપણે સાર્થક કરવા આપણે સૌએ કટીબધ્ધ બનવાનું છે. 

    આ કાર્યક્રમમાં તમામ પદાધિકારીઓ સહિત આંગણવાડી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન અરવિંદભાઈ ગામીતે કર્યુ હતું.

                                            

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है