
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, વેબ ટીમ
પ્રધાનમંત્રીએ ગુડ ફ્રાઈડે પર ઈસુ ખ્રિસ્તના શૌર્ય અને બલિદાનને યાદ કર્યા:
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ઈસુ ખ્રિસ્તની સેવા અને ભાઈચારાના આદર્શો ઘણા લોકો માટે માર્ગદર્શક અને પ્રકાશ રૂપ છે.
ગુડ ફ્રાઈડેના અવસર પર પ્રધાનમંત્રીએ ટ્વીટર માધ્યમ દ્વારા ટ્વીટ કર્યું:
“આજે ગુડ ફ્રાઈડે પર આપણે ઈસુ ખ્રિસ્તના શૌર્ય અને બલિદાનને યાદ કરીએ છીએ. સેવા અને ભાઈચારાના તેમના આદર્શો ઘણા લોકો માટે માર્ગદર્શક પ્રકાશ છે.”
અત્રે ઉલ્લેખનીય છે કે ભારત સહીત વિશ્વભરમાં આજનો આ પવિત્ર પર્વ ભલો શુક્રવાર નિમિત્તે વહેલી સવારે પ્રાર્થના ભવન પર ખ્રિસ્તી સમુદાયના લોકો એકઠાં મળે છે અને અનેક જગ્યાઓમાં શોભા યાત્રા પર કાઢવામાં આવે છે, અને એમ પ્રભુ ઈસુ ના બલિદાનને યાદ કરવામાં આવે છે,
આજના દિને પ્રભુ ઈસુએ કૃસ પર માનવ જાતના પાપ નિવારણ અને મોક્ષ માટે બલિદાન આપ્યું હતું. તેથી પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ ટલે તારનાર તરીકે ઓળખવામાં આવે છે.
શુભેચ્છા નંબર: 2
પ્રધાનમંત્રીએ પોઈલા વૈશાખ પર આનંદ, શાંતિ અને સમૃદ્ધિની શુભેચ્છા પાઠવી:
પ્રધાનમંત્રી, શ્રી નરેન્દ્ર મોદીએ પોઈલા વૈશાખ પર શુભ-નાબો વર્ષો, હાર્દિક શુભેચ્છા પાઠવી છે!.
પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:
“પોઈલા વૈશાખની શુભેચ્છાઓ. આ ખાસ પ્રસંગ ઉત્કૃષ્ટ બંગાળી સંસ્કૃતિને દર્શાવે છે. હું આશા રાખું છું કે આવનારું વર્ષ તેની સાથે આનંદ, શાંતિ અને સમૃદ્ધિ લઈને આવે., તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થાય”
શુભેચ્છા નંબર: 3
પ્રધાનમંત્રીએ વિશુના અવસરે સ્વાસ્થ્ય અને ખુશીની શુભેચ્છા પાઠવી:
પ્રધાનમંત્રી, શ્રી નરેન્દ્ર મોદીએ વિશુના અવસર પર, ખાસ કરીને સમગ્ર વિશ્વના મલયાલીઓને શુભકામનાઓ પાઠવી છે.
પ્રધાનમંત્રી એક ટ્વીટમાં જણાવ્યું હતું કે
“વિશુના વિશેષ અવસર પર ખાસ કરીને સમગ્ર વિશ્વમાં સ્થાયી થયેલા મલયાલીઓને શુભેચ્છાઓ. હું પરમ સુખ અને સારા સ્વાસ્થ્યથી ભરપૂર વર્ષ માટે પ્રાર્થના કરું છું.”
સાથેજ આજના દિવસે અનેક પવિત્ર પર્વ સાથે હિમાચલ દિવસની શુભકામના પાઠવી હતી.
શુભેચ્છા નંબર: 4
નમસ્તે!
દેવભૂમિના તમામ લોકોને હિમાચલ દિવસની હાર્દિક શુભકામનાઓ.
આ એક ખૂબ જ સુખદ સંયોગ છે કે દેશની આઝાદીના 75માં વર્ષમાં હિમાચલ પ્રદેશ પણ તેનો 75મો સ્થાપના દિવસ ઉજવી રહ્યું છે. આઝાદીના અમૃતમાં, હિમાચલ પ્રદેશમાં વિકાસનું અમૃત રાજ્યના દરેક રહેવાસી સુધી પહોંચતું રહે, તે માટે અમારા તમામ પ્રયાસો ચાલુ છે.
અટલજીએ એકવાર હિમાચલ માટે લખ્યું હતું-
बर्फ ढंकी पर्वतमालाएं,
नदियां, झरने, जंगल,
किन्नरियों का देश,
देवता डोलें पल-पल !
સદનસીબે, મને પણ કુદરતની અમૂલ્ય ભેટ, માનવ ક્ષમતાની પરાકાષ્ઠા જોવાનો અને હિમાચલના લોકો વચ્ચે રહેવાની તક મળી છે જેમણે પથ્થરો કાપીને પોતાનું નસીબ બનાવ્યું છે.