શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, વેબ ટીમ
રાષ્ટ્રીય ખનિજ વિકાસ નિગમ (એનએમડીસી)એ 80મા સ્કૉચ સંમેલન 2022માં બે પુરસ્કાર જીત્યા:
પોલાદ મંત્રાલય અંતર્ગત રાષ્ટ્રીય ખનિજ વિકાસ નિગમ (એનએમડીસી) ભારતનું સૌથી મોટું આયર્ન ઓરનું ઉત્પાદક છે. આ નિગમો હાલમાં સ્કોચ નવી દિલ્હી દ્વારા આયોજિત 80મા સ્કૉચ સંમેલન અને સ્કૉચ પુરસ્કારોમાં એક સુવર્ણ અને એક રજત પુરસ્કાર પ્રાપ્ત કર્યો છે. સ્કૉચ સંમેલનનો વિષય ‘બીએફએસઆઈ અને જાહેર ક્ષેત્ર ઉપક્રમની સ્થિતિ’ હતો.
એનએમડીસીએ એનએમડીસી આઈટીઆઈ ભાંસીના માધ્યમથી દંતેવાડા જિલ્લામાં ‘ટેકનિકલ શિક્ષણ અને કૌશલ્ય વિકાસ સંવર્ધન’ પરિયોજના માટે સામાજિક દાયિત્વ શ્રેણીમાં સુવર્ણ પુરસ્કાર તથા ડિજિટલ સમાવેશન શ્રેણીમાં ઈઆરપી કાર્યાન્વયન માટે ‘પ્રોજેક્ટ કલ્પતરૂ’ માટે રજત પુરસ્કાર જીત્યા છે. આ પુરસ્કાર એનએમડીસીના અધ્યક્ષ તેમજ મેનેજિંગ ડાયરેક્ટર શ્રી સુમિત દેવ તરફથી શ્રી અમિતાભ મુખરજી, ડાયરેક્ટર (નાણાં)એ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પ્રાપ્ત કર્યા.
આ સ્કૉચ પુરસ્કાર વિજેતાઓને તેમની વેબસાઈટ પર મૂકેલા આવેદન પત્ર, જ્યુરી સમક્ષ પ્રસ્તુતિકરણ પછી ત્રણ રાઉન્ડના લોકપ્રિય ઓનલાઈન વોટિંગ અને જ્યુરી મૂલ્યાંકનના બીજા રાઉન્ડના આધારે વિજેતાઓને પ્રદાન કરવામાં આવ્યા છે. ઉપરોક્ત સિવાય, એનએમડીસીને કલ્પતરૂ પરિયોજનાના સુગમતાપૂર્વક ડિજિટાઈઝેશનના ઉલ્લેખનીય પ્રયાસો, દંતેવાડા જેવા સુદૂર જિલ્લાઓમાં સીએસઆરના માધ્યમથી ટેકનિકલ શિક્ષણ અને કૌશલ્ય વિકાસનો વિસ્તાર તથા કોવિડનો મુકાબલો કરવાની શ્રેણીમાં ‘પરિયોજના સુરક્ષા પ્રથમ’ માટે ત્રણ સ્કૉચ – ઓર્ડર ઓફ મેરિટ પુરસ્કાર પણ પ્રાપ્ત થયા છે.
આ ઉપલબ્ધઇ પર એનએમડીસીના અધ્યક્ષ તેમજ મેનેજિંગ ડાયરેક્ટર, શ્રી સુમિત દેવે કહ્યું, ‘હું રાષ્ટ્રની સેવા માટે એનએમડીસીના પ્રયાસો-ભલે તે કૌશલ્ય વિકાસ તેમજ તાલીમના માધ્યમથી દંતેવાડામાં યુવાનોના જીવનમાં પરિવર્તન લાવવાનું હોય અથવા કુશળ સંચાલન માટે અમારી ઉત્પાદન પ્રક્રિયાઓમાં ડિજિટલીકરણને એકીકૃત કરવાનું હોય બંનેમાં એનએમડીસીના પ્રયાસોને માન્યતા આપવા માટે હું સ્કૉચનો આભાર વ્યક્ત કરૂં છું. એનએમડીસી સકારાત્મક સામાજિક વિકાસ પર જાગૃતિથી ભાર આપવાની સાચે કાચા માલની માગ પૂરી કરવા માટે એનએમડીસીની આકરી મહેનતનું અનોખું એકીકરણ મને એનએમડીસી ટીમના સભ્ય હોવા પર ગૌરવની અનુભૂતિ કરાવે છે.