
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, સર્જનકુમાર વસાવા
ધારીખેડા નર્મદા સુગરે શેરડીના ગુજરાતમાં ત્રીજા નંબરનો ૨૯૩૬/- રૂપિયા ભાવ જાહેર કરતાં ખેડૂતોમાં આનંદની લાગણી;
ભરૂચ, નર્મદાના ખેડૂતોની જીવાદોરી સમાન ધારીખેડાની નર્મદા સુગરે કોરોના બાદ ધારીખેડા નર્મદા સુગરે શેરડીના ગુજરાતમાં ત્રીજા નંબરનો ૨૯૩૬/- રૂપિયા ભાવ આપતાં ખેડૂતોમાં આનંદ ની લાગણી વ્યાપી છે. આ પ્રસંગે સાંસદ મનસુખભાઈ વસાવાએ ચેરમેન ઘનશ્યામ પટેલને અભિનંદન પાઠવ્યા હતા.
આ પ્રસંગે ઘનશ્યામ પટેલનું કરાયું સન્માન કરાયું હતું ધારીખેડા સુગરે શેરડીના સારા કહી શકાય એવા ભાવ રૂ.૨૯૩૬/- આપ્યા છે. જે ગુજરાતમાં ત્રીજા નંબરનો ભાવ છે. આ સારા ભાવ મળવા બદલ બદલ નર્મદા જિલ્લા ભાજપા પ્રમુખ અને નર્મદા સુગરના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલનું સન્માન સાંસદ મનસુખભાઈ વસાવાએ કરી ઘનશ્યામ પટેલને અભિનંદન પાઠવ્યા હતા.
નર્મદા સુગર ફેક્ટરી સંચાલક મંડળ દ્વારા આ વર્ષે ઉંચા અને સારા ભાવપડતા ખેડૂતો પણ ખુશ છે. રાજ્યની મહત્વની સુગર ફેક્ટરીઓ માં નર્મદા ધારીખેડા સુગરે ત્રીજા નંબર ના ભાવ કહી શકાય. ગયા વર્ષે 2600 રૂપિયા ભાવ પાડ્યા હતા પરંતુ આ વર્ષે 2921 થી 3071 જેટલો ભાવ પાડ્યો છે જે ગત વર્ષ કરતા ખૂબ સારો ભાવ કહી શકાય.
આ અંગે ચેરમેન ઘનશ્યામ પટેલે જણાવ્યું હતું કે જાન્યુઆરી ફેબ્રુઆરી માં 2921ભાવ રહેશે, અને માર્ચમાં 2946,એપ્રિલ માં 2996, અને મે માસ માં 3071 અને કપાત 36 આમ ભાવ પાડ્યા છે. જોકે આ સારામાં સારા ભાવ કહી શકાય.
સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે આજે નર્મદા ફેક્ટરી ને ધમધમતી રાખનાર ઘનશ્યામભાઈ પટેલની ટીમ ને ખેડૂતો વતી હું હાર્દિક શુભેચ્છા પાઠવું છું.
આ અંગે ચેરમેન ઘનશ્યામ પટેલે જણાવ્યું હતું કે આ વર્ષે ખેડૂતોને સારા ભાવ આપવા પ્રયાસ કર્યો છે. શેરડી પીલાણની ક્ષમતાઅને ઉંચી ગુણવતા સભર ખાંડ નું ઉત્પાદન, કરકસર ભર્યો વહીવટ, અને ખેડૂતોનો મળતો ખૂબ સારો સહકાર અને સર્વે સભાસદો અને મારી ટીમના સહયોગથી આ બધુ શક્ય બન્યું છે. ભવિષ્યમાં ખેડૂતોને વધુ સારા ભાવ મળે એવા પ્રયાસો રહેશે.