શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર
તાપી જિલ્લા ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિન’ની ઉજવણી :
જિલ્લાના વિવિધ ક્ષેત્રની બેહનો માટે પુરસ્કાર વિતરણ અને સન્માન સમારોહ યોજાયો:
વ્યારા-તાપી: મહિલા અને બાળ વિકાસ વિભાગ, તાપી દ્વારા ‘‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’’ની ઉજવણી જિલ્લા શિક્ષણ સમિતિના અધ્યક્ષ સરિતા વસાવા તથા ન.પા.પ્રમુખ સેજલ રાણાના અધ્યક્ષસ્થાને તથા સાંસદશ્રી પ્રભુભાઇ વસાવા, જિલ્લા કલેક્ટર એચ.કે.વઢવાણિયા, જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી.કાપડિયાની ઉપસ્થિતીમાં વ્યારા સ્થિત ડૉ.શ્યામા પ્રસાદ ટાઉન હોલ ખાતે કરવામાં આવી હતી.
આ પ્રસંગે અધ્યક્ષસ્થાનેથી ન.પા.પ્રમુખ સેજલ રાણાએ આ પ્રસંગે ૮મી માર્ચને ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિન’ તરીકે ઉજવવાનું મહત્વ સમજાવ્યું હતું. તેમણે સરકાર દ્વારા અમલી વિવિધ યોજનાઓ અંગે માહિતી આપી હતી. આજે નારી ફક્ત એક ગૃહિણી નહી પરંતું રાજકારણી, રમતવીર, બેઝનેશવુમન જેવી વિવિધ ભુમિકાઓ બખુબી નિભાવી રહી છે એમ ઉમેર્યું હતું. અંતે તેમણે દરેક મહિલાઓને પોતાના ક્ષેત્રમાં આગવું પ્રદર્શન કરી પોતાના દેશને આગળ ધપાવવા આગ્રહ ભરી વિનંતી કરી હતી.
ઉજવણી જિલ્લા શિક્ષણ સમિતિના અધ્યક્ષ સરિતા વસાવાએ મહિલા દિનની શુભેચ્છાઓ પાઠવી જણાવ્યું હતું કે, મહિલાઓ વગર સમાજની કલ્પના કરી પણ અશ્ક્ય છે. આજની નારી દેશ વિદેશમાં પોતાન વ્યક્સ્તિત્વ દ્વારા દેશ અને સમાજનું ગૌરવ વધારી રહી છે. જેનું શ્રેષ્ઠ ઉદાહરણ તાપી જિલ્લાના રમીલાબેન ગામીત અને ડાંગ જિલ્લાની દિકરી સરીતઆ ગાયકવાડ છે. નારીના ગૌરવને જાળવી રાખવા અને સમાનતાની તક આપવા ગુજરાત સરકાર દ્વારા અભયમ મહિલા હેલ્પલાઇન, ગંગા સ્વરૂપા વિધવઆ સહાય, સ્વસ્વહાયની બહેનોને ધીરાણ માટે મહિલા ઉત્કર્ષ યોજના, કસ્તુરબા બાલીકા વિદ્યાલય, આદર્શ નિવાસી શાળા જેવી વિવિધ યોજનાઓ અમલી બનાવી છે. આ ઉપરાંત મહિલાઓ પગભર થાય તે માટે વિવિધ તાલીમો આપવામાં આવી રહી છે. વધુમાં તેમણે દેશના અને સમાજના વિકાસમાં સક્રિય ભાગીદારી નોંધાવવા મહિલાઓને આહવાન કર્યું હતું.
આ પ્રસંગે પદ્મશ્રી એવોર્ડ માટે નામાંકિત થયેલા તાપી જિલ્લાના રમીલાબેન ગામીતનું પ્રમાણ પત્ર એનાયત કરી ખાસ સન્માન કરવામા આવ્યું હતું. વધુમાં આંગણવાડીની કાર્યકર અને તેડાગર મહિલાઓને માતા યશોદા એવોર્ડ, વ્હાલી દિકરી યોજના અંતર્ગત લાભાર્થી બહેનોને સહાયના ચેક અને મંજૂરી હુકમો, રમતવીરો અને નર્સ બેહનોને સન્માન પત્રો, અને શાળામાં યોજાયેલ નિબંધ સ્પર્ધા, પોસ્ટર સ્પર્ધા, રંગોળી અને સ્લોગન લેખનની સ્પર્ધાના વિજેતા વિદ્યાર્થીનીઓને પ્રમાણપત્રો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમની શરૂઆતમાં તાપી મહિલા અને બાળ અધિકારી ધર્મેશ વસાવાએ સ્વાગત પ્રવચન દ્વારા કાર્યક્રમ અને ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિન’ના મહત્વ અંગે સૈને માહિતગાર કર્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અરવિંદભાઇ ગામીતે કર્યું હતું.
સમારોહમાં ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને “જેન્ડર ઇક્વાલીટી ટુ ડે ફોર સસ્ટેઇનેબલ ટુમોરો”ના થીમ ઉપર યોજાયેલ કાર્યક્રમનું જીવંત પ્રસારણ સૌએ નિહાળ્યું હતું.
કાર્યક્ર્મમાં ડી.આર.ડી.એ નિયામક અશોક ચૌધરી, વ્યારા પ્રાંત અધિકારી આર.સી.પટેલ, પ્રોગ્રામ ઓફિસર તન્વી પટેલ, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન કુલીન પ્રધાન, કારોબારી અધ્યક્ષ મોહન કોંકણી, જશુબેન, કુસુમબેન, તાલુક અને જિલ્લા પંચાયતના અન્ય સભ્યો તથા બેહનો ઉપસ્થિત રહ્યા હતા.