શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
ડેડીયાપાડાના યુવા પત્રકાર સર્જન વસાવાને પ્રશંસા એવોર્ડ-2022 થી સન્માનિત કરાયા:
આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદ નાં સંસ્થાપક શ્રી ડૉ. ટી. એમ. ઓનકાર દ્વારા એવોર્ડ આપી સન્માનિત કરાયા;
સમશ્યા સમયમાં લોકોની પડખે રહી પ્રજાના હિતમાં હરહંમેશ ને માટે અન્યાય, શોષિત, વંચિતો ગરીબોની અભિવ્યક્તિ નો અવાજ મીડિયાના માધ્યમ થી તંત્ર સરકાર, લોકો વચ્ચે મૂકી ઉજાગર કરી ન્યાય કાર્ય સુપેરે પાડ્યા સેવાભાવી સામાજિક સંસ્થા આંતરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદ સાથે જોડાઈને ગરીબ જરૂરિયાતમંદ લોકોને અનાજ કીટ, શૈક્ષણિક કીટ, તેમજ નાની મોટી મદદ કરી જરૂર સામગ્રીઓ આપવાનું કાર્ય એક બખૂબી પણે કરી રહ્યા છે.
નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના ગારદા નાં યુવા પત્રકાર એવા સર્જન વસાવા એ ઉભરતી યુવાની કાળમાં પત્રકારત્વ ક્ષેત્રે સારી એવી નામના અને ખ્યાતિ મેળવી છે, તેઓ લોકશાહી નો ચોથો જાગીર સ્થાન તરીકે ઓળખાતા મીડિયા જગત ની દુનિયા માં બેસ્ટ પત્રકારત્વનું બિરુદ આપી આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદ નાં IHRPC નાં સંસ્થાપક શ્રી ડૉ. ટી.એમ. ઓંનકાર દ્વારા (APPRECIATION AWARD)”પ્રશંસા એવોર્ડ- 2022″ થી નવાજી સન્માનિત કરવામાં આવ્યા છે, તેમના આ સન્માન ને પગલે સમાજ અને તાલુકા, જિલ્લાનું નામ રોશન કરી ગૌરવ વધાર્યું છે.
આંતરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદ નાં સંસ્થાપક શ્રી ડૉ. ટી.એમ. ઓંનકાર દ્વારા ભરૂચ ખાતે (APPRECIATION AWARD) પ્રશંસા એવોર્ડ – 2022 એનાયત કરવામાં આવ્યો હતો, અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
આ પ્રસંગે આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદ ના સંસ્થાપક શ્રી ડૉ.ટી.એમ.ઓનકાર, નેશનલ જનરલ સેક્રેટરી શ્રી.હરસુખ દેલવાડિયા, નેશનલ મેનેજર નિહાલખાન, પ્રાયોરિટી ડિપાર્ટમેન્ટ ચેરમેન જયદીપ પટેલ, કોર્પોરેટ ડિપાર્ટમેન્ટ ચેરમેન ઈશ્વર વસાવા તેમજ આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદ નાં હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.