
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, પ્રતિનિધિ વાંસદા કમલેશ ગાંવિત
વાંસદા તાલુકાના અજમલગઢ ડુંગર મુકામે મહાશીવરાત્રી ના મેળામાં જન મેદની ઉમટી પડી.
વાંસદા તાલુકાના ઘોડમાળ ગામના અજમલ ગઢ સુપ્રસિદ્ધ ડુંગર ખાતે શિવરાત્રી પર્વ નિમિતે કરાયું મેળા આયોજન.
અજમલ ગઢ પરિસરાય પ્રવાસન વિકાસ સહકારી મંડળી દ્વારા સયુંકત મેળાનું કરાયું આયોજન.
વાંસદા તાલુકાના 16 કિલોમીટર ના અંતિયાળ અને ડુંગર વિસ્તાર એવાં ઘોડમાળ ગામે આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ 1200 ફૂટ ની ઊંચાઈએ અજમલ ગઢ મુકામે મહાશીવ રાત્રીનો મેળો ભરાયો હતો. કોરોના સમય દરમ્યાન બે વર્ષથી આ મેળો મોંફૂંક રાખવામાં આવ્યો હતો પરંતુ કોરોના નો કહેર ઓછો થતાં જ ગુજરાત માં દરેક જગ્યાએ મેળા નું આયોજન લગભગ થયેલ છે જેમાં અજમલગઢ મુકામે પણ આ બે વર્ષ બાદ મહાશીવ રાત્રી નો મેળો ભરાતા આજુબાજુ તાલુકાના લોકો દર્શનાર્થે ઉમટી પડિયા હતાં. આ ઐતિહાસિક નાગેશ્વર મહાદેવ મંદિર અને રામજી મંદિર પારસી લોકોના આતસ ધાર્મિક રીતે આવેલ છે દરવર્ષ ની જેમ આ વર્ષે પણ 20 થી 25 હજારની જન મેદની ભાવિક ભક્તો દર્શન માટે આવે છે નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના પ્રવાસન તરીકે એકમાત્ર હિલ સ્ટેશન છે. હાલના સરકાર શ્રી ના ઠરાવ અનુસાર વન અને પર્યાવરણ વિભાગ સાથે ડેવલોપમેન્ટ કરવા નિમણુંક પણ કરવામાં આવેલ છે આ પ્રવાસન નો વિકાસ થાય તો અહીંના આદિવાસી પ્રજાને રોજગારી અને સાંસ્કૃતિક વારસો જળવાઈ રહે તેવું સ્થાનિક મંડળ પાસે જાણવા મળેલ છે.
આ મેળામાં આપણાં વાંસદા તાલુકાના પ્રમુખ અને અજમલગઢ મંડળના પ્રમુખ શાંતુભાઇ ગાંવિત, મનહરભાઈ ઘૂલુંમ ઉમરકૂઇના ચીમનભાઈ ભુસારા અને મંડળના સ્થાનિક સભ્યો દ્વારા ખુબ સરસ મેળાનું આયોજનમાં હાજર રહી કરાયું હતું.