શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
ભરૂચ સ્ટેટ બેંક રિજીઓનલ એજીએમ દ્વારા પદ્મશ્રી સન્માન માટે નોમિનેટ થયેલ ડો.લતાબેન દેસાઈ નુ સન્માન કરવામાં આવ્યું;
સમગ્ર ગુજરાત રાજ્યમાંથી 7 જેટલાં મહાનુભાવોનું પોતાની આગવી સેવાકીય પ્રવૃત્તિ બદલ રાષ્ટ્રીય સન્માન માટે નોમિનેટ કરવામાં આવ્યા છે, જે સમગ્ર ગુજરાત માટે ગૌવર સમાન છે.
ગુજરાતના દક્ષિણ વિસ્તારના ભરૂચ, સુરત, નર્મદા, મહારાષ્ટ્ર સુધી નિસ્વાર્થ સેવા અને સમગ્ર જીવન આદિવાસી, ગરીબ અને વંચિત સહિત રોગીઓની સેવામાં સમર્પિત એવા આપણા ગુજરાત અને ભરૂચ જિલ્લા નું ગૌરવ એવા ઝઘડિયા, સેવા રૂરલના સ્થાપક ડો.લતાબેન દેસાઈ ને ભારત સરકાર દ્વારા પદ્મશ્રી પુરસ્કાર થી સન્માનિત કરવા માટે નોમિનેટ કરવામાં આવ્યા છે. ત્યારે તેમને આ પ્રસંગે ભરૂચ સ્થિત ભારતીય સ્ટેટ બેંક , ક્ષેત્રીય વ્યવસાય કાર્યાલય ના આસિસ્ટન્ટ જનરલ મેનેજર શ્રી પ્રવિનકુમાર દ્વારા ભારતીય સ્ટેટ બેંક અમદાવાદ સર્કલ તરફથી સાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથે સાથે ભારતીય સ્ટેટ બેન્ક અધિકારી સંગઠન, અમદાવાદ સ્થિત ભરૂચના સેક્રેટરી શ્રી અમરીશ દવે દ્વારા પણ ભરૂચ તથા ઝગડીયા તાલુકા ના ગૌરવ લેવા જેવા પ્રસંગ ના ભાગ રુપે પદ્મશ્રી ડો.લતાબેન દેસાઈ ને સાલ ઓઢાડી તથા તેમના ટ્રસ્ટીશ્રીઓ ને પુષ્પ આપી સન્માનિત કર્યા હતા.
પદ્મશ્રી ડો.લતાબેન દેસાઈ દ્વારા સન્માનનો શ્રેય તેમના કર્મચારીઓને આપ્યો છે. અમેરિકાથી તબીબી ક્ષેત્રે ઉચ્ચ ડિગ્રી મેળવી દેશ અને ખાસ કરી ગરીબ વંચિત લોકોની સેવા કરવા પરત ફરેલા ડો.દેસાઈ દંપતીએ ઝઘડિયામાં ૪૦ વર્ષ પહેલાં સેવા રૂરલ સંસ્થાનો પાયો નાખ્યો હતો અને છેલ્લા ચાર દાયકાથી તેઓ ગરીબોના આરોગ્ય ને લઇ સેવાની સુવાસ ફેલાવી રહ્યા છે.