
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ભરૂચ પ્રતિનિધિ
નગર પાલિકાએ ટાંકીનો વાલ્વ બગડતા આખરે 5 લાખ લીટર પાણી રસ્તા પર છોડ્યું;
અંકલેશ્વર પાલિકા ના વોર્ડ નંબર 9 માં પાણી ડિસ્ટ્રિબ્યુશન માટે ઉકાઈ જમણા કાંઠા નહેર પાસે 5 લાખ લિટર પાણી સ્ટોરેજ ક્ષમતા યુક્ત પાણી ટાંકી ઉભી કરવામાં આવી છે. અંદાજે 6 વર્ષ પૂર્વે કાર્યરત પાણીની ટાંકીના ડિસ્ટ્રિબ્યુશન વાલ્વ સોમવાર રોજ અચાનક બગડી જતા આખા વિસ્તાર પાણીથી વંચિત રહેવા પામ્યો હતો. જે પાણી મેઈન વાલ્વ રીપેર કરવા માટે પાલિકા દ્વારા 5 લાખ લિટર પાણી ભરેલી ટાંકી ખાલી કરવાનો વારો આવ્યો હતો, જેને લઇ પીરામણ સ્ટેશન રોડ અને પીરામણ ચર્ચ ચોકડી પર પાણી માર્ગો પર ફરી વળ્યા હતા.
માર્ગ પર ચોમાસાનાં વરસાદી પૂર જેવો માહોલ સર્જાયો હતો, વાહન ચાલકો થી માંડી રાહદારીઓને પાણી વચ્ચે પસાર થવાનો વારો આવ્યો હતો, જેને લઇ લોકો ભારે મુશ્કેલી વેઠવી પડી હતી. પાલિકા વોટર વર્ક વિભાગના ઈજનેર પંકજ મોદી સાથે વાતચીત કરતા જાણવા મળ્યું હતું. કે વાલ્વ રીપેર ના થાય તો આ વિસ્તાર ને પાણી આપી શકાય એમ ના હોય અને વાલ્વ રીપેર કરવા માટે ટાંકી ખાલી કરવી પડે એ જરૂરી હતું, જેને લઇ પાણી ટાંકી ખાલી કરવામાં આવી છે. જે ખાલી કરી હાલ ડિસ્ટ્રિબ્યુશન લાઇન નો મેઈન વાલ્વ રિપેર કરવા આવી રહ્યો છે. જલ્દી રીપેર થતા જ પુનઃ ટાંકી ભરી આ વિસ્તારના લોકો પાણી પુરવઠો કાર્યરત કરવામાં આવશે.
અંકલેશ્વર નગર પાલિકા દ્વારા પાણી આ રીતે ભવિષ્ય માં નિકાલ ના કરવો પડે તે માટે અલાયદું આયોજન કરવા વિચારણા હેઠળ છે. જેથી ભવિષ્યમાં આવી સમસ્યા સર્જાય તો પાણી નો બચાવ કરી શકાય.