શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઈ માહલા
કૃષિ, ઉદ્યોગ અને સેવાના ત્રિવેણી સંગમ સાથે ગુજરાત વિકાસની નવતર કેડી કંડારી રહ્યુ છે:- કલેક્ટર શ્રી ભાવિન પંડ્યા
આહવા ખાતે યોજયો ૭૩મો ગણતંત્ર દિવસ; કલેક્ટર શ્રી ભાવિન પડયાએ રાષ્ટ્રધ્વજ ફરકાવી પ્રજાજોગ ઉદબોધન કર્યું હતું ;
ઉત્કૃષ્ટ સેવા આપનારા કર્મયોગીઓ, શ્રેષ્ઠ રમતવીરો અને તેજસ્વી તારલાઓ સહિત કોરોના વોરિયર્સનુ કરાયુ સન્માન;
ડાંગ, આહવા: કૃષિ, ઉદ્યોગ અને સેવાના ત્રિવેણી સંગમ સાથે ગુજરાત, વિકાસની નવતર કેડી કંડારી હ્યું છે. તેમ ડાંગ કલેક્ટર શ્રી ભાવિન પડયાએ ૭૩મા ગણતંત્ર દિવસે રાષ્ટ્રધ્વજ ફરકાવી તેમના પ્રજાજોગ ઉદબોધનમા જણાવ્યુ હતુ.
દેશ સમસ્તની જેમ ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા સ્થિત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા પ્રજાસત્તાક પર્વના સાદગીપૂર્વકના, પરંતુ ગરિમાપૂર્ણ કાર્યક્રમ દરમિયાન ક્લેક્ટરશ્રીએ રાજય સરકારની નવી ઊર્જાવાન ટિમ ગુજરાતે સત્તાને સેવાનુ માધ્યમ બનાવતા, કોરોના મહામારીના કપરા કાળમા, કુદરતી વિપદાઓ વચ્ચે પણ વિકાસ અને સેવાના કાર્યોને આગળ ધપાવી પ્રજાજનોને સુશાસનનો પરિચય આપ્યો છે તેમ જણાવ્યું હતુ.
ગુજરાતના જાહેર સ્વાસ્થ્યની જાળવણી અર્થે રાજ્ય સરકારે ટેસ્ટિંગ, ટ્રેકિંગ, ટ્રીટમેંટ, અને વેકસીનેસનના ચોતરફા આયામો હાથ ધર્યા છે, તેમ જણાવતા ક્લેક્ટરશ્રીએ સુશાનનનુ ઉત્તમ ઉદાહરણ પૂરુ પાડતા પ્રજાહિતના અનેકવિધ નિર્ણયો લઈને, રાજ્ય સરકારે વંચિતો સુધી વિકાસ અને સેવાના ફળ પહોંચાડયા છે તેમ ઉમેર્યું હતુ.
દેશના સૌ પ્રથમ પ્રાકૃતિક ખેતી કરતા જિલ્લાનુ ગૌરવ પ્રાપ્ત કરનારા ડાંગ જિલ્લાને, પ્રધાનમંત્રીશ્રીની ‘હર ઘર નલ’ યોજનામા પણ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત થયો છે, તેમ જણાવતા કલેક્ટર શ્રી ભાવિન પંડ્યાએ શિક્ષિત અને વિકસિત ગુજરાતની નેમ સાથે આગળ વધી રહેલા ગુજરાનના વિકાસમા, સૌના સાથ-સોના વિકાસના મંત્રને આત્મસાત કરી સહયોગી બનવાની અપીલ કરી હતી. કલેક્ટરશ્રીએ ડાંગના પ્રજાજનોને રાજ્ય સરકારવતી પ્રજાસત્તાક પર્વની શુભકામનાઓ પણ પાઠવી હતી.
ડાંગ જિલ્લાના ગણતંત્ર દિવસ ઉજવણી કાર્યક્રમ દરમિયાન કલેક્ટર શ્રી ભાવિન પંડ્યા સહિતના મહાનુભાવોના હસ્તે આહવા તાલુકાના વિકાસ કામો માટે રૂ.૨૫ લાખ, તથા વઘઈ અને સુબીર તાલુકાના વિકાસ માટે રૂપિયા પાંચ પાંચ લાખના ચેકો એનાયત કરાયા હતા.
દરમિયાન સુબીર તાલુકાના પંપા સરોવર ખાતે ડૂબતા બાળકોને બચાવનારા રાજ્ય પરિતોષિક વિજેતા પોલીસ બેડાના બહાદુર જ્વાનોનુ પણ અદકેરું સન્માન કરાયુ હતુ. તો આરોગ્ય વિભાગના ‘કોરોના વોરિયર્સ’ ના સન્માન સાથે ૧૦૮-ઈમરજન્સી સેવાના કર્મયોગીઓ, શ્રેસ્ઠ શિક્ષકો, તેજસ્વી વિદ્યાર્થીઓ, અને રમતવીરોનુ પણ જાહેર અભિવાદન કરાયુ હતુ.
કાર્યક્રમના ભાગરૂપે પોલીસ અને ફોરેસ્ટ ફોર્સના જવાનોની શિસ્તબદ્ધ પરેડ, તથા માર્ચ પાસ્ટ પણ કલેક્ટર શ્રી ભાવિન પંડ્યા સહિતના મહાનુભાવોએ નિહાળી હતી. કાર્યક્રમના અંતે મહાનુભાવોએ વૃક્ષારોપણ પણ કર્યું હતુ. કાર્યક્રમ સ્થળે આરોગ્ય વિભાગ દ્વારા વેક્સિનેસન અને ટેસ્ટિંગની સ્પેશિયલ ડ્રાઈવ પણ હાથ ધરવામાં આવી હતી.
ડાંગ જિલ્લાના જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વ ઉજવણી કાર્યક્રમમા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મંગળભાઈ ગાવિત સહિત, ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલ, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના અધ્યક્ષા શ્રીમતી નિલમ પટેલ, આહવા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી કમળાબેન રાઉત, આહવા નગરના સરપંચ શ્રી હરિચંદ ભોયે, ભાજપા પ્રમુખ શ્રી દશરથભાઈ પવાર, મહામંત્રી શ્રી હરિરામ સાવંત, સામાજિક કાર્યકર શ્રી હીરાભાઈ રાઉત સહિતના આગેવાનો, માજી રાજવીશ્રીઓ, અને જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહજી જાડેજા, નિવાસી અધિક કલેક્ટર શ્રી પદ્મરાજ ગાવિત, પ્રાંત અધિકારી સુશ્રી કાજલ ગામિત, પ્રાયોજના વહીવટદાર શ્રી કે.જે.ભગોરા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી યોગેશ જોશી, અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.હિમાંશુ ગામિત, RCHOશ્રી ડો.સંજય શાહ, જિલ્લા શિક્ષણાધિકારી શ્રી મણિલાલ ભૂસારા, કાર્યપાલક ઇજનેર શ્રી એસ આર પટેલ સહિતના ઉચ્ચ અધિકારીઓ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમના ઉદઘોષક તરીકે શ્રીમતી બીજુબાલા પટેલ અને સંદીપ પટેલે સેવા આપી હતી. કાર્યક્રમની વ્યવસ્થા મામલતદાર શ્રી દલુભાઈ ગામિત તથા તેમની ટીમે સંભાળી હતી