શ્રોત : ગ્રામિણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઇ માહલા
ડાંગ જીલ્લા મથક આહવા ખાતે યોજાયો ‘ દીકરી દિવસ’
આહવા-ડાંગ: ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ કાર્યક્રમ અંતર્ગત ‘રાષ્ટ્રીય બાલિકા દિવસ – તા.૨૪ જાન્યુઆરી’ નિમિતે, ડાંગ કલેક્ટર શ્રી ભાવિન પંડયા તેમજ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો.વિપિન ગર્ગના હસ્તે ‘વ્હાલી દિકરી યોજના’ અંતર્ગત યોજનાના લાભાર્થી એવી દિકરીઓને કંકુ-ચોખાથી વધામણા કરી પ્રમાણપત્ર એનાયત કરાયા હતા.
ઉલ્લેખનીય છે કે, ડાંગ જિલ્લામા અત્યાર સુધીમા ૩૮૬ લાભાર્થી દિકરીઓએ ‘વહાલી દિકરી યોજના’નો લાભ લીધો છે. કલેક્ટર શ્રી ભાવિન પંડયા, તેમજ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો. વિપિન ગર્ગ દ્વારા, વધુમા વધુ દિકરીઓને ‘વહાલી દિકરી યોજના’નો લાભ લેવા અનુરોધ કરાયો છે.
આ યોજના વિશે માહિતી આપતા મહિલા અને બાળ અધિકારીની કચેરીના દહેજ પ્રતિબંધક અધિકારી શ્રી એસ. ડી. સોરઠીયા એ જણાવ્યુ હતુ કે ‘વહાલી દિકરી યોજના’મા દિકરીને પ્રથમ ધોરણમા પ્રવેશ વખતે રૂ.૪૦૦૦/- સહાય, ત્યારબાદ ૯ મા ધોરણમા પ્રવેશ વખતે રૂ.૬૦૦૦/- અને દિકરીને ૧૮ વર્ષની ઉમરે રૂ.૧,૦૦,૦૦૦/- ની સહાય એમ કુલ ૧,૧૦,૦૦૦/- ની સહાય મળવાપાત્ર થાય છે.
‘વહાલી દિકરી યોજના’ના ફોર્મ ગ્રામ્ય કક્ષાએ તમામ આંગણવાડી કેન્દ્રો ઉપરથી વિના મુલ્યે મળી રહે છે. આ ફોર્મ ભરીને ત્યા જ જમા કરાવવાથી આ યોજનાની લાભ મેળવી શકાય છે. એમ પણ તેમણે વધુમા જણાવ્યુ હતુ. કાર્યક્રમને સફળ બનાવવા મહિલા અને બાળ અધિકારીની કચેરીની ટિમ સહિત મહિલા શક્તિ કેન્દ્રની ટીમે જહેમત ઉઠાવી હતી.
દરમિયાન કાર્યક્રમ ઉજવણીના ભાગરૂપે રાજ્યની દિકરીઓ સાથે માનનીય મંત્રીશ્રી દ્વારા વિડિયો કોન્ફરન્સ ના માધ્યમથી પરિસંવાદ પણ યોજવામા આવ્યો. જેની શરૂઆત પ્રતિજ્ઞા વાંચનથી કરવામા આવી હતી. વર્ચ્યુઅલ માધ્યમથી યોજાયેલા આ કાર્યક્રમમા મહિલા અને બાળ વિકાસ વિભાગના મંત્રી શ્રીમતિ મનીષાબેન વકીલે, ડાંગ સહિત રાજ્યની દિકરીઓ સાથે સીધો સંવાદ પણ સાધ્યો હતો. જેમા મંત્રીશ્રીએ ડાંગની દિકરીઓને રમત-ગમત ક્ષેત્રે દેશ અને દુનિયામા ગુજરાતનુ નામ રોશન કરવા માટે ખુબ ખૂબ અભિનંદન પાઠવાયા હતા.
ડાંગ જિલ્લામાથી બાગુલ શાલિનીબેન રમેશભાઇ-હોકી કેપ્ટન, નેશનલ યુનિવર્સિટી પ્લેયર, એકલવ્ય મોડેલ રેસિડેન્સી સ્કુલ, આહવામા અભ્યાસ કરતી પવાર પાયલબેન ગનુભાઇ કે જેણે ૪૦૦ મિટર દોડમા રાજ્ય કક્ષાની એથલેટિક્સ રમતમા ભાગ લીધો હતો, ચોર્યા ભુમિકાબેન યશવંતભાઇ, રાજયકક્ષાની વોલિબોલ પ્લેયર સહિત અન્ય સાત દિકરીઓએ ભાગ લીધો હતો.