શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
ડેડીયાપાડા તાલુકાની 18 જેટલી હાઈસ્કૂલો માં બાળકો ને રસી મૂકવા આરોગ્ય વિભાગ ની 11 ટીમો પહોંચી ગઈ હતી, આથી શાળા સંચાલક અને વાલીઓમાં ચર્ચાએ પકડ્યું જોર, તંત્ર સામે નારાજગી:
શાળા સંચાલક સહિત વાલીઓ ને કોઈ પ્રકારની જાણ જ નહી કરવામાં આવતાં વાલીઓ મા રોષ ની લાગણી;
રસી મૂકવા માટે વિદ્યાર્થીના વાલીને જાણ નો સરકારી પરિપત્ર છતાં જાણ કેમ નહિ ..?
કોરોના ની મહામારી થી બચાવવા માટે સરકારે આજથી 15 થી 18 વર્ષ ની ઉંમર ના બાળકો ને કોરોના ની રસી આપવાની શરૂઆત કરી હોય નર્મદા જીલ્લા માં વેક્સિન નો કાર્યક્રમ શરૂ કરવામા આવ્યો છે, ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા નર્મદા જીલ્લા ના દેડિયાપાડા ખાતે ની શાળા ઓ મા પણ વેકસિનેશન ની કામગીરી આરંભી હોવાનું જાણવા મળ્યું છે. પરંતું આરોગ્ય વિભાગ દ્વારા શાળાઓ ને કોઈ પ્રકાર ની અગાઉ થી જાણ જ ન કરતા શાળા સંચાલકો સહિત વાલીઓ માં રોષ ફેલાયેલો હતો.
ડેડીયાપાડા ની એ. એન. બારોટ વિદ્યાલય સહિત સેન્ટ ઝેવિયર્સ હાઇસ્કૂલ સહિત ની શાળાઓ ખાતે આજરોજ આરોગ્ય વિભાગ ની ટીમો પોંહચી હતી અને શાળા મા અભ્યાસ કરતા 15 થી 18 વર્ષ ની ઉંમર ના બાળકો ને રસી આપવામાં આવી હતી. જેમાં ત્રણેક બાળકો અચાનક બિમાર પડ્યા હતા, બાળકો મા રસી લેવા અંગે ગભરાટ ફેલાયો હતો, શાળા મા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ને રસી આપવાની જાણ વાલીઓ પણ કરવામાં આવી નહોતી, જેથી વાલીઓ મા રોષ ફેલાયો હતો.
ડેડીયાપાડા ની એ. એન. બારોટ વિદ્યાલય માં 190 બાળકોને જ્યારે સેન્ટ ઝેવિયર્સ હાઇસ્કૂલ ખાતે કુલ 100 જેટલાં બાળકો ને રસી મૂકવામા આવી હોવાનું આંકડાકીય માહિતી પ્રાપ્ત થઈ છે.
આદીવાસી વિસ્તારો મા કોરોના ની રસી લેવા અંગે આદિવાસીઓ માં અનેક મતમતાંતરો છે ત્યારે શાળા મા અભ્યાસ કરતા તેમનાં બાળકો ને રસી મૂકવાની તેઓને જાણ સુદ્ધાં ન કરાતાં તેમનામાં રોષ જોવા મળ્યો હતો.
કોરોના ની મહામારી સામે રક્ષણાત્મક રસી આપવાની શરૂઆત સરકારે કરી છે, ત્યારે શાળાઓ મા અભ્યાસ કરતા 15 થી 18 વર્ષ ની ઉંમર ના વિદ્યાર્થીઓ ને રસી આપવાની હોય સરકારી પરિપત્ર માં રસી આપતા પહેલા બાળકો નાં વાલીઓ ને જાણ કરવી ની સ્પષ્ટ જોગવાઈ છે અને વાલી ની સંમતિ પણ લેવાની ફરજ પડે છે, છતાં જાણ કેમ કરવામા આવી નથી ?
આમેય ડેડીયાપાડા સહિતના આદીવાસી વિસ્તારો મા રસી અંગે લોકોમાં ભારે ગેરસમજ અને ભય ફેલાયેલો હતો, જે દ્દુર કરવા સામાજિક સંગઠનો, રાજકીય આગેવાનો મેદાને પડયા હતાં, રસી લેતાં કેટલાક બાળકો ને ચક્કર આવવા તેમજ તાવ ચઢવાની ઘટનાઓ બની છે, તો આગળ ના કાર્યક્રમો માં વાલીઓ ને જાણ કરવામા આવે એ જરૂરી છે. શું જીલ્લા વહીવટી તંત્ર આ મામલે ગંભીરતા દાખવશે ખરુ??
અત્રે ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીની ત્રીજી લહેર પહેલાં જરૂરી છે કે દરેક નાગરિક કોવીડ-19 નું રસિકરણ કરાવે પરંતુ આરોગ્ય વિભાગ ની આ ભૂલ નેગેટિવીટી નહિ ફેલાવે તે જરૂરી.
આપણે દરેકે સારા નાગરિક તરીકે રસિકરણ કરાવવું જ જોઈએ.