શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર
પ્રશાસન ગાંવ કી ઓર..
તાપી જિલ્લાના આંતરિયાળ એવાં જુના બેજ ગામે જિલ્લા વિકાસ અધિકારી પોતાની ટીમ સાથે બોટમાં સવાર થઈ મુલાકાત લીધી.
વ્યારા-તાપી: પ્રશાસન ગાંવ કી ઔર.. ગામ.જૂના બેજ, તા. કુકરમુંડા ઉકાઇ ડેમથી વિસ્થાપિત વિસ્તાર. આ ગામમાં બોટ મારફત ગામે જવાય છે, ભૌગોલિક પરિસ્થિતિ ને કારણે ત્રણ બાજુ ડેમના પાણી ભરાઈ જતાં અહીં ના લોકો અનેક મુશ્કેલીઓ વચ્ચે માછીમારીને મુખ્ય વ્યવસાય બનાવી પોતાનું જીવન ગુજારે છે. આ લોકોની પાયાની જરૂરિયાતો અને ગ્રામજનોના સમાજ જીવનનો વિકાસ કરવાનું દ્રઢ મનોબળ ધરાવતા જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડી.ડી.કાપડીયાએ ગુડ ગવર્નન્સ અંતર્ગત જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી સુરાજભાઈ વસાવા અને જુદા જુદા વિભાગો, પ્રયોજના વહિવટદાર અને નિયામક જિલ્લા ગ્રામ વિકાસ, તા.વિ અધિકારી તથા અન્ય અધિકારીઓ સાથે જ્યાં ભુતકાળમાં ક્યારેય કોઈ અધિકારી ગયા નથી એવા જુના બેજ ગામે પહોંચ્યા હતા.
જુના બેજ ગામે 52 કુટુંબો, અંદાજે 300 ની વસ્તી ધરાવતું ગામ છે. નવા બેજ ગામે પુનવસન થી આવાસ ના પ્લોટ મળેલ પરંતુ ખેતીની જમીન ઘણી દૂર હોઈ નવા ગામે એટલા કુટુંબોએ પહેલેથી જ સ્થાયી થવાનું મુલતવી રાખેલ છે. અને અહીં જ ઉકાઇ ડેમમાં ડુબણમાં ગયેલ પોતાના બાપ દાદા ની જમીનમાં હાલમાં જળાશય નું પાણી ઉતરે એટલે ખેતી કરે છે.આમ બારેમાસ મત્સ્યપાલન અને સિઝનલ ખેતીથી આજીવિકા મેળવી પરિવાર નું ગુજરાન ચલાવે છે. પરિવારો મહેનતું અને એકંદરે સુખી છે. 10 થી 12 છોકરીઓ 10 થી 12 ધોરણ સુધી ભણેલ છે.2 છોકરીઓ 12 ધોરણ પછી નર્સિંગ માટે એપ્લાય કર્યું છે. 1 છોકરી પીટીસી પાસ છે. પરંતુ માળખાગત સુવિધાઓ માટે પાયાના પ્રશ્નોના નિરાકરણ માટે જિ.પંચાયતના પ્રમુખશ્રી સૂરજભાઈ વસાવા સહિત અધિકારીઓની ટીમ સાથે ગ્રામ જનોની રૂબરૂ મુલાકાત ફળદાયી બની અને સ્કૂલ, રસ્તો, આંગણવાડી વિ.પ્રશ્નનો નો સ્થળ પર નિકાલ કરવામાં આવ્યો.કોવિડ રસીકરણ માટે બાકી બધા લોકો તૈયાર થઈ ગયા.
Special Training program હેઠળ પ્રા. શાળા નો વર્ગ ગુરુવારે થી શરૂ થશે. ગામની જ PTC થયેલ દીકરી નિશાને બાલમિત્ર તરીકે માનદ વેતન સાથે નિયુકતિ કરવાનું નક્કી કર્યું.
અઠવાડિયામાં એક વાર આંગણવાડી કાર્યકર મુલાકત કરશે.20-23 નાના બાળકો માટે THR ની વ્યવસ્થા કારવામાં આવશે.
15 નાણાપંચ અને મનરેગા દ્વારા એપ્રોચ રસ્તો મંજુર.
ગામે મત્સ્ય ઉછેર મંડળી અને સખી મંડળની રચના માટે સૂચના.
સામુહિક શૌચાલય પણ મંજુર. ભવિષ્યમાં ટુરીસમ સ્થળ તરીકે વિકસાવવાની તક.
ગામ લોકોને આ વિઝિટ થી લોકભિમુખ વહીવટની અનુભૂતિ થઈ.
રેગ્યુલર ફોલોઅપ કરવા અધિકારીઓ ને સૂચના આપી.
નાયબ વન સંરક્ષક આનંદકુમાર તથા વન વિભાગ દ્વારા બોટની વ્યવસ્થા કરવામાં આવી હતી.