
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ,
IHRC દ્વારા સ્વ. પદ્મશ્રી. મહેશ નરેશ કનોડિયાની બેલડી ને લાઈફટાઈમ અચિવમેન્ટ એવોર્ડ આપી ને ગુજરાતી ફિલ્મ જગતમાં આપેલા શ્રેષ્ઠ યોગદાન બદલ કરાયા સન્માનિત,
ગુજરાત ભર માંથી વિવિધ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનારા મહાનુભાવોને એવોર્ડથી સન્માનિત કરાયા,
અમદાવાદ, 29 ડિસેમ્બર 2021- સામાજિક ક્ષેત્રે ભારતમાં કાર્યરત ઈન્ટરનેશનલ હ્યુમન રાઈટસ કાઉન્સિલ IHRC ના સહયોગથી તાજેતરમાં “સરદાર વલ્લભભાઈ પટેલ આયર્ન એવોર્ડ-2021” યોજાયો હતો. અમદાવાદમાં કોચરબ આશ્રમ નજીક આવેલા ટાગોર હોલ ખાતે આ એવોર્ડ સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં વિવિધ ક્ષેત્રના લોકોને એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ એવોર્ડ સમારોહમાં ગુજરાતના ઈડર વિધાનસભા મતવિસતારના ધારાસભ્ય હિતુ કનોડીયા, પ્રદીપભાઈ પરમાર- સામાજિક ન્યાય વિભાગના કેબિનેટ મંત્રી, અમદાવાદ પૂર્વ બેઠક, લોકસભાના હસમુખભાઈ પટેલ સંસદસભ્ય મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તથા ગુજરાતી ફિલ્મ જગતના નામાંકિત કલાકારો જેવા કે હિતુ કનોડિયા સહીત પ્રતિમા ટી, જય વસાવડા, વત્સલાબેન પાટીલ, જીતેન્દ્ર ઠક્કર, દીપક અંતાણી, મોના થિબા કનોડિયા, જાનવી પટેલ, ફાલ્ગુની રાવલ, બંકિમ પાઠક, જનક ઠક્કર, ચેતન દહીયાં, અરવિંદ વેગડા, જયેન્દ્ર મેહતા, ભરત બારીયા, અક્ષય પટેલ, કોમલ પંચાલ, ભૂમિકા પટેલ, સુખદેવ ધામેલીયા, ભાવિન ભાવસાર, પાવન સોલંકી, જીગ્નેશ મોદી સહિતના મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા. તથા પત્રકાર જગતના દેવાંગ ભટ્ટ, મેધા પંડ્યા ભટ્ટ, મિથુન ખમભેટે, મોનાલી ઠક્કર, બિન્દેશ્વરી શાહ, મહેશ ચૌધરી સહીત આ ઉપરાંત મોટી સંખ્યામાં માનવ અધિકાર સમિતિનાં હોદ્દેદારો, સામાજિક કાયૅકરો અને સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતાં.
ઈન્ટરનેશનલ હુમન રાઈટ્સ કાઉન્સિલના ડો. સન્ની શાહ સંસ્થાપકની અધ્યક્ષતામાં સરદાર વલ્લભભાઈ પટેલ આયર્ન એવોર્ડ્સ 2021નું આયોજન રાખવામાં આવેલ હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે ઈન્ટરનેશનલ હુમન રાઈટ્સ કાઉન્સિલ IHRC દ્વારા ભારત અને દેશ વિદેશનાં લોકોને પ્રોત્સાહન અને સન્માન આપવાના ભાગરૂપે ર્ડો. બાબા સાહેબ આંબેડકર એવોર્ડ, ર્ડો. સર્વપલ્લી રાધા ક્રિષ્ણન એવોર્ડ આપી પાછલાં ઘણાં વર્ષોથી લોકોને સન્માનિત કરવામાં આવે છે,
ઈન્ટરનેશનલ હ્યુમન રાઈટ્સ કાઉન્સિલ ભારતમાં વિશાળ વ્યાપક ધરાવતી સંસ્થા છે. જે સામાજિક કામગીરીમાં અગ્રેસર છે. અંદાજે 1 લાખ થી વધુ સભ્યો દેશભરનાં 29 રાજ્યોમાં કાર્યરત છે. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર કાઉન્સિલના કેટલાક સભ્યો ભારત બહાર અન્ય દેશ વિદેશમાં પણ કાર્યરત છે.
સરદાર વલ્લભભાઈ પટેલ આયર્ન એવોર્ડ દર વર્ષે આપવામા આવે છે. જે વકિલો, ડોક્ટર્સ, પત્રકાર, સામાજિક કાર્યકર્તાઓ, ફિલ્મ કલાકારો, રમત- ગમતના ખેલાડીઓ ઉપરાંત વિવિધ સંગઠનો અને સંસ્થાઓ સાથે જોડાયેલા આગેવાનો સહિતના વિવિધ લોકોને તેમની શ્રેષ્ઠ કામગીરી માટે આપવામાં આવે છે.
ઈન્ટરનેશનલ હુમન રાઈટ્સ કાઉન્સિલના ગુજરાત રાજયનાં માનવ અધિકાર સભ્યોમાંથી મુખ્ય પદાધિકારીઓ ડૉ.સુનિલકુમાર ગામીત, પરેશ પટેલ, મેહુલ સવાણી, જીગ્નેશ પંડ્યા, નિરંજન શર્મા, વિશાલ ગુપ્તા, ગજેન્દ્ર રાજપુરોહિત, અઝીમ ખાન, દેવેન્દ્ર માળી, ફતેહ બેલીમ ઇત્યાદિ અનેક માહનુભવો ઉપસ્થિત રહ્યાં હતા. જેમાં સંગીત અને હાસ્ય જગતનાં મહાન કલાકારોએ ઉપસ્થિત અતિથિગણોને પોતાની કલાથી મોહિત કર્યા હતા.
સમગ્ર કાર્યક્રમમાં સરકાર દ્વારા જાહેર કરાયેલ કોવીડ 19 ની ગાઇડલાઇન નું ચૂસ્તપણે પાલન કરવામાં આવ્યું હતું.