
શ્રોત : ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર
તાપી જિલ્લા ગ્રામ પંચાયતોની ચૂંટણી-૨૦૨૧:
તાપી જિલ્લાની ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણીમાં સાંજે 5 વાગ્યા સુધીના આંક મુજબ 71.80 ટ્કા મતદાન થયું:
સૌથી વધુ વ્યારા તાલુકામાં 73.88 ટકા અને સૌથી ઓછુ વાલોડ તાલુકામાં 66.20 ટકા મતદાન નોંધાયું
વ્યારા: તાપી જિલ્લા ગ્રામ પંચાયતોની ચૂંટણી-2021 અંતર્ગત આજરોજ મતદાન કરવામાં આવ્યું હતું. સાંજે 5 કલાક સુધીમાં જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મળેલ વિગત મુજબ જિલ્લામાં 71.80 ટકા મતદાન નોંધાયું છે.
વ્યારા તાલુકામાં કૂલ 97831 મતદારો નોંધાયેલ છે, જેમાંથી કૂલ-34968 પુરુષો અને કૂલ-37310 મહિલાઓ મળી કૂલ-72278 લોકોએ મતદાન કર્યું છે.
ડોલવણ તાલુકામાં કૂલ 69202 મતદારો નોંધાયેલ છે જેમાંથી કૂલ-24321 પુરુષો અને કૂલ-25891 મહિલાઓ મળી કૂલ-50212 લોકોએ મતદાન કર્યું.
વાલોડ તાલુકામાં કૂલ 58482 મતદારો નોંધાયેલ છે જેમાંથી કૂલ-18676 પુરુષો અને કૂલ-20041 મહિલાઓ મળી કૂલ-38717 લોકોએ મતદાન કર્યું.
સોનગઢ તાલુકામાં કૂલ 128178 મતદારો નોંધાયેલ છે જેમાંથી કૂલ-45475 પુરુષો અને કૂલ-47343 મહિલાઓ મળી કૂલ-93318 લોકોએ મતદાન કર્યું.
ઉચ્છ્લ તાલુકામાં કૂલ 64771 મતદારો નોંધાયેલ છે જેમાંથી કૂલ- પુરુષો અને કૂલ-23843 મહિલાઓ મળી કૂલ-45670 લોકોએ મતદાન કર્યું.
અને નિઝર તાલુકામાં કૂલ 50802 મતદારો નોંધાયેલ છે જેમાંથી કૂલ-17235 પુરુષો અને કૂલ-19023 મહિલાઓ મળી કૂલ-36258 લોકોએ મતદાન કર્યું.
જ્યારે કુકરમુંડા તાલુકામાં કૂલ-30262 મતદારો નોંધાયેલ છે જેમાંથી કૂલ-10429 પુરુષો અને કૂલ-11800 મહિલાઓ મળી કૂલ-2229 લોકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે.
જિલ્લાની પેટા ચૂંટણીમાં સોનગઢ તાલુકામાં 3968 મતદારો નોંધાયેલ છે જેમાંથી કૂલ-1852 પુરુષો અને 1730 મહિલાઓએ જયારે ઉચ્છલ તાલુકામાં 238 મતદારો નોંધાયેલ છે જેમાંથી કૂલ-98 પુરુષો અને 104 મહિલાઓ મળી કૂલ-202 લોકોએ મતદાન કર્યું છે.
આમ જિલ્લામાં કૂલ- 244418 પુરુષો અને 255110 મહિલાઓ મળી કૂલ- 499528 મતદારો છે જેની સામે કૂલ- 172931 પુરુષો અને 185751 મહિલાઓ મળી કૂલ-358682 લોકોએ મત આપ્યુ છે. જયારે પેટા ચૂંટણીમાં 2069 પુરુષો અને 2137 મળી કૂલ-4206 મતદારો છે જેની સામે 1950 પુરુષો અને 1834 મહિલાઓ મળી કૂલ- 3784 લોકોએ પોતાના કિમતી મતાધિકારનો ઉપયોગ કર્યો છે.
જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મળેલ વિગત અનુસાર ટ્કાવારી મુજબ જોઇએ તો, ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણીમાં, ઉચ્છલ તાલુકામાં -70.51 ટકા ડોલવણમાં 72.56 ટકા, સોનગઢ-72.80 ટકા, નિઝર-71.37 ટકા, અને કુકરમુંડામાં 73.46 ટ્કા જયારે સૌથી વધુ વ્યારા તાલુકામાં 73.88 ટકા અને સૌથી ઓછુ વાલોડ-66.20 ટકા મતદાન નોંધાયું છે. આમ જિલ્લામાં કૂલ- 71.80 ટકા મતદાન નોંધાયું છે.
જયારે પેટા ચૂંટણીમાં સોનગઢ તાલુકામાં 90.27 ટ્કા જ્યારે ઉચ્છ્લ તાલુકામાં 84.87 ટકા મતદાન મુજબ કૂલ-89.97 ટકા મતદાન નોંધાયું છે એમ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા જણાવાયું છે.