શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, વલસાડ, ડાંગ રામુભાઇ માહલા
આંતરરાષ્ટ્રીય મહિલા હિંસા નાબૂદી દિવસ નિમિત્તે જાગૃતિ કાર્યક્રમ નું વલસાડ ખાતે થયેલ આયોજન.
ભારત સરકારશ્રીના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા 25 નવેમ્બર ને મહિલાઓ સામેની હિંસા નાબૂદી દિવસ જાહેર કરવામાં આવેલ છે મહિલા અત્યાચાર નાબૂદી અભિયાન ના ભાગ રૂપે જિલ્લામાં કાર્યરત વિવિધ વિભાગો અભયમ 181 મહિલા હેલપલાઇન વલસાડ, સખી વન સ્ટોપ સેન્ટર, પી બી એસ સી વગેરે ના ઉપક્રમે વિવિધ જાગૃતિ કાર્યક્રમો અને રેલી નું આયોજન કરવામાં આવ્યુ હતું જેમાં જોબકાર્ડ મા શ્રમજીવી મહિલાઓ ને અત્યાચાર નાબૂદી બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
જેમાં વાઘલધરા અને જોરાવાસણ વિસ્તાર ની મહિલાઓ એ ભાગ લીધો હતો જેમાં અભયમ ટીમ, સખી વન સ્ટોપ અને પી. બી.એસ.એસ વલસાડ દ્વારા મહિલાઓ અને યુવતિઓ ને મહિલાઓ ઉપર થતી સારીરિક, માનસિક, જાતીય અને ઘરેલુ હિંસા સહિત ની હિંસા થી વાકેફ કરી તેના સામે કેવી રીતે બચી સકાય તે બાબતે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કોઈપણ પ્રકારની હિંસા, કામના સ્થળે જાતીય સતામણી, બિન જરૂરી ટેલીફોનીક કોલ મેસેજ થી હેરાનગતિ, છેડતી કે અન્ય પ્રકાર ની હેરાનગતિ મા વિના મૂલ્યે ચોવીસ કલાક સાતે દિવસ કાર્યરત 181 મહિલા હેલપલાઇન નો ઉપયોગ કરી શકાય છે, લાબાગાળા નું કાઉન્સિલિંગ અને સુરક્ષા સાથે સરક્ષણ, વિધવા સહાય, વહાલી દીકરી યોજના નો લાભ લેવા મહિલાલક્ષી યોજનાઓની જાણકારી આપવામાં આવી હતી.