રાજનીતિ

તાપી જિલ્લામાં કુલ -૨૬૮ ગ્રામ પંચાયતોની ચૂંટણી કાર્યક્રમ જાહેર:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર 

તાપી જિલ્લામાં કુલ -૨૬૮ ગ્રામ પંચાયતોની ચૂંટણી કાર્યક્રમ:

ચૂંટણી સાથે સંકળાયેલા કર્મચારી/ અધિકારીઓની રજાઓ રદ: 

વ્યારા, તાપી : રાજયની અંદાજિત ૧૦૮૭૯ ઉપરાંતની ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/મધ્યમસત્ર/પેટા પ્રસંગોપાત ખાલી પડેલ બેઠકો માટે ચૂંટણી યોજવાની જાહેરાત તા.૨૨-૧૧-૨૦૨૧ના રોજ કરવામાં આવી છે. જે અન્વ્યે તાપી જિલ્લામાં ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/મધ્યસત્ર/પેટા ચૂંટણી માટેનો કાર્યક્રમ આ મુજબ છે:

1. ચૂંટણીની નોટીસો/જાહેરનામાં પ્રસિધ્ધ કરવાની તા.૨૯-૧૧-૨૦૨૧

2. ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તા.૦૪-૧૨-૨૦૨૧

3. ઉમેદવારી પત્રો ચકાસણી કરવાની છેલ્લી તા.૦૬-૧૨-૨૦૨૧

4. ઉમેદવારી પત્રો પરત ખેંચવાની છેલ્લી તા.૦૭-૧૨-૨૦૨૧

5. મતદાનની તારીખ તથા સમય ૧૯-૧૨-૨૦૨૧ (રવિવાર) સવારના ૭-૦૦ વાગ્યા થી સાંજના ૬-૦૦ વાગ્યા સુધી

6. પુનઃ મતદાનની તારીખ (જરૂરી જણાય તો) તા.૨૦-૧૨-૨૦૨૧

7. મતગણતરીની તા.૨૧-૧૨-૨૦૨૧

8. ચૂંટણી પ્રક્રિયા પૂરી થવાની તા.૨૪-૧૨-૨૦૨૧

આ ઉપરાંત જિલ્લામાં ચૂટંણી હેઠળના વિસ્તારોમાં તાકીદના તબીબી કારણો સિવાય તેમની હેઠળના ચૂંટણી સાથે સંકળાયેલા કર્મચારી/ અધિકારીઓની રજાઓ રદ કરી જરૂરી કાર્યવાહી કરવા નોડલ અધિકારી સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચૂંટણી અને નિવાસી અધિક કલેક્ટર તાપીની અખબારી યાદીમાં જણાવાયું છે. 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है