શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઇ માહલા
ડાંગના પ્રભારી મંત્રી શ્રી નરેશભાઇ પટેલે ડાંગના પ્રશાસનિક અધિકારીઓને આપ્યુ માર્ગદર્શન:
‘આપણુ ડાંગ, પ્રાકૃતિક ડાંગ’ કાર્યક્રમ તથા ‘આત્મનિર્ભર ગ્રામ યાત્રા’ ના કાર્યક્રમો સંદર્ભે ચર્ચા વિચારણા હાથ ધરાઇ:
ડાંગ, આહવા: આદિજાતિ વિકાસ, અન્ન અને નાગરિક પુરવઠો, તથા ગ્રાહક સુરક્ષાની બાબતોના મંત્રી અને ડાંગ જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી નરેશભાઈ પટેલે ડાંગ જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી, આવનારા સંભવિત કાર્યક્રમોમા સૌના પરસ્પર સંકલન અને સહયોગ સાથે કયા કરવાની હિમાયત કરી હતી.
મંત્રીશ્રીએ આગામી તા.૧૮ થી ૨૦ નવેમ્બર દરમિયાન “આત્મનિર્ભર ગ્રામ યાત્રા” તથા તા.૧૯મી નવેમ્બરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમા યોજનારા “આપણુ ડાંગ, પ્રાકૃતિક ડાંગ” ના કાર્યક્રમ બાબતે ઉપયોગી માર્ગદર્શન પૂરુ પાડયુ હતુ.
સંબંધિત વિભાગોને તેમના હસ્તકની કામગીરી અંગેના સૂચરુ આયોજન વ્યવસ્થા અંગે ઉપયોગી માર્ગદર્શન આપતા પ્રભારી મંત્રીશ્રીએ જિલ્લામા વારસાઈ ઝુંબેશ સાથે વિકાસ લક્ષી યોજનાઓનો મહત્તમ લાભ સ્થાનિક ગ્રામજનોને મળે તે આવશ્યક છે તેમ જણાવી સ્થળાંતર અટકાવવા માટે સ્કિલ બેઇઝ તાલીમ ઉપર લક્ષ કેન્દ્રિત કરવાની સૂચના આપી હતી. મંત્રીશ્રીએ “નિરામય ગુજરાત” કાર્યક્રમ સંદર્ભે પણ સંબંધિત અધિકારીઓ સાથે જરૂરી ચર્ચા કરી ઉપયોગી માર્ગદર્શન આપ્યુ.
દરમિયાન ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મંગળભાઈ ગાવિત, અને ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલ ઉપરાંત કલેક્ટર શ્રી ભાવિન પંડયા, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહજી જાડેજા, ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડી.એન.ચૌધરી સહિતના વરિષ્ઠ અધિકારીઓએ ચર્ચા વિચારણા હાથ ધરી હતી.
બેઠકની કાર્યવાહી સાંભળતા નિવાસી અધિક કલેક્ટર શ્રી પી.એ.ગામિત, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી આર.બી.ચૌધરી, અને આત્મા પ્રોજેકટના નિયામક શ્રી પ્રવીણ મંડાણીએ ભાવિ કાર્યક્રમોની રૂપરેખા આપી હતી.