શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, સુરત
IHRC માનવ અધિકારની ટીમ સુરત જીલ્લાના વરેલી ગામ સ્થિત કાર્યરત મિલના કામદારની વાહરે આવી :
ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ કાઉંન્સિલ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ વિભાગ, ગુજરાત રાજ્ય બોર્ડ દ્વારા વરેલી ગામ સ્થિત એક મિલના કામદાર ને ન્યાય અપાવવાનું ભગીરથ કાર્ય કરવામાં આવ્યું હતું,
સુરત: મળતી માહિતી મુજબ ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ કાઉંન્સિલ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ વિભાગ ગુજરાત રાજ્ય બોર્ડના પ્રમુખશ્રી માળી દેવેન્દ્ર (દેવાભાઈ) ઓફીસ કડોદરા ખાતે ગત દિવસોમાં મિલ કામદાર પવનકુમાર બ્રિજલાલ રહે. ક્રિષ્ના નગર કડોદરાનાઓ દ્વારા ફરિયાદ કરીને મિલ પાસે થી ફેબ્રુઆરી મહિનાના પગાર બાબતે મદદરૂપ થવા જણાવેલ હતું મળતી ફરિયાદ મુજબ સદર કામ બાબતે જવાબદાર વરેલી ગામ સ્થિત એક કંપનીમાં જઈ જાત તપાસ કરતાં ફરિયાદી કામદાર સાથે અન્યાય થવાનું અમારા અધિકારીને માલુમ પડેલ હતું, કંપનીના મેનેજર અને ઇન્ચાર્જ સાથે વાત વિમર્શ કરીને ફરિયાદીનો નીકળતો બાકી ફેબ્રુઆરી મહિના નો રોકડ રકમ દ્વારા ચૂકવી આપેલ અને અત્યારે કોઈ લેણું બાકી નીકળતું નથી એવું કંપનીને અરજદાર તરફથી બાહેદારી લખી આપવામાં આવી હતી.
આજે કડોદરા સ્થિત ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ કાઉંન્સિલ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ વિભાગ ગુજરાત રાજ્ય બોર્ડના પ્રમુખશ્રી માળી દેવેન્દ્ર (દેવાભાઈ) સાથે સુરત જીલ્લા મહિલા પ્રમુખ સહીત મિલના ઇન્ચાર્જ હાજર રહયા હતાં, સમગ્ર કામગીરી બદલ માનવ અધિકાર ટીમનો પવનકુમાર બ્રિજલાલએ તેમને કરેલી મદદ માટે ખુબ આભાર માન્યો હતો.