
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
દેડીયાપાડા તાલુકાના સગાઈ રેન્જ માંથી વન વિભાગે બોલેરો ગાડીમાં લઈ જવાતા ખેરના લાકડા ઝડપી પાડયા;
તા.૨૯, ઓકટોબર સગાઈ રેન્જ ફોરેસ્ટ ઓફિસર સહિત સ્ટાફના માણસો પેટ્રોલિંગ માં હતા, તે દરમિયાન સગાઈ રેન્જ ફોરેસ્ટ ઓફિસર ઉન્નતિ પંચાલ અને ફોરેસ્ટ સ્ટાફને ખાનગી રાહે બાતમી મળતા, બાતમી વાળી જગ્યા એ વોચ રાખતા એક બોલેરો પીક- અપ ગાડી ને અટકાવતા ચાલકે પુરપાટ ઝડપે નાસી છુટતા ફોરેસ્ટ વિભાગ ની ટીમે ફિલ્મી ઢબે પીછો કરી બંટાવાડી ગામ થી અરેથી જવાના કાચા જંગલ નાં માર્ગે બોલેરો પીક -અપ ગાડી ને પકડી પાડી તેમાં તપાસ કરતા, ગેર કાયદેસર લઈ જવાતા ખેર નાં લાકડા ઝડપી પાડયા હતા,
ત્યાર બાદ બોલેરો પિક- અપ ગાડી નંબર GJ.22- U.2943 અને ખેરના લાકડા નંગ- 25 મળી કુલ કિંમત રૂપિયા 7 લાખ નો મુદ્દામાલ જપ્ત કરી લાકડા લઈ જનાર વાહન ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.