અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનાં પત્ની સાથે દીકરી ઇવાન્કા ટ્રમ્પ પણ અમદાવાદ પહોંચ્યાં છે.
ટ્રમ્પના સ્વાગત માટે અમદાવાદમાં ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમને ઍરપૉર્ટ પર આવકાર આપ્યો છે.
નરેન્દ્ર મોદી ડોનાલ્ડ ટ્રમ્પને ભેટી પડ્યા હતા અને હાજર મહાનુભાવોનો પરિચય કરાવ્યો હતો.
ઍરપૉર્ટથી ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે ટ્રમ્પ-મોદીનો રોડ શો શરૂ થયો હતો અને તેમણે ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી.
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ભાષણના અંશો
- ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે 8000 માઇલ દૂર એ કહેવા આવ્યો છું કે અમેરિકા ભારતને પ્રેમ કરે છે.
- વડા પ્રધાન નરેન્દ્ર મોદી મારા સાચા મિત્ર છે અને એમની આગેવાનીમાં ભારત સારું કામ કરી રહ્યું છે.
- એમણે ભાષણમાં નરેન્દ્ર મોદીની ચાવાળાથી દેશના વડા પ્રધાન બનવા સુધીની સફરની વાત કરી અને કહ્યું કે એક ભારતીય ધારે તે કરી શકે છે, એનું નરેન્દ્ર મોદી જીવંત ઉદાહરણ આપણી વચ્ચે જ છે.
- ટ્રમ્પે થોડી પળ ભાષણ અટકાવીને મોદીનું ફરી અભિવાદન કર્યું.
- લોકોએ મોદી-મોદીના નારા લગાવ્યા તો ટ્રમ્પે કહ્યું કે, બધાને મોદી ગમે છે પણ હું તમને કહું છું કે એ બહુ ટફ છે.
- ટ્રમ્પે કહ્યું કે મોદીના નેતૃત્વમાં દરેક ઘરમાં વીજળી પહોંચી છે
- ટ્રમ્પે શાહરૂખ ખાનની ફિલ્મ દિલવાલે દુલહનિયાં લે જાયેંગેનો ઉલ્લેખ કરીને બોલિવૂડની વાત કરી.
- એમણે મોટેરા ક્રિકેટ સ્ટેડિયમની વાત કરીને સચીન તેંડુલકરને અને વિરાટ કોહલીનો પણ ઉલ્લેખ કર્યો.
- એમણે કહ્યું કે ભારત દુનિયાનો સૌથી મોટો મધ્યવર્ગ ધરાવતો દેશમાં મોદીના નેતૃત્વ મોટા ભાગના ઘરમાં ગેસ પર ખાવાનું બનાવાવમાં આવી રહ્યું છે અને અહીં દર મિનિટ 12 લોકો ગરીબીમાંથી બહાર આવે છે.
- ટ્રૅડ-ડિલ અંગે કહ્યું કે હું અને મોદી સાથે મળીને રસ્તો કાઢીશું. ટ્રમ્પે બીજી વાર ઉલ્લેખ કર્યો કે નરેન્દ્ર મોદી ટફ નેગોશિએટર છે.
- પાકિસ્તાન સાથે અમારા સંબંધો સારા છે.
- આતંકવાદની સામે અમેરિકા ભારતની સાથે મળીને કામ કરીશું,
http://buystromectolon.com/ – ivermectin pills online
https://buytadalafshop.com/ – cialis for sale online