આરોગ્ય

ડાંગ જિલ્લાની આરોગ્ય સંસ્થાઓ ખાતે હાથ ધરાઇ વિશેષ ‘સ્વચ્છતા ડ્રાઈવ’ યોજાઈ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઈ માહલા 

‘ક્લીન ઈન્ડિયા’ પ્રોગ્રામ – જિલ્લો ડાંગ: 

ક્લીન ઈન્ડિયા’ પ્રોગ્રામ અંતર્ગત  ડાંગ જિલ્લાની આરોગ્ય સંસ્થાઓ ખાતે હાથ ધરાઇ વિશેષ ‘સ્વચ્છતા ડ્રાઈવ’ યોજાઈ; 

આહવા: ડાંગ જિલ્લામા તા.૧લી ઓક્ટોબર, ૨૦૨૧ થી શરૂ થયેલા ‘ક્લીન ઈન્ડિયા’ પ્રોગ્રામ અંતર્ગત તા.૬ઠ્ઠી ઓકટોબરે જિલ્લાની આરોગ્ય સંસ્થાઓમા વિશેષ ‘સ્વચ્છતા ડ્રાઈવ’ હાથ ધરાઇ હતી.


જિલ્લા કલેક્ટર શ્રી ભાવિન પંડયાના માર્ગદર્શન હેઠળ જિલ્લામા માહે ઓક્ટોબર માસ દરમિયાન ડે ટુ ડે ના કાર્યક્રમોનુ આયોજન કરાયુ છે. જે મુજબ તા.૬/૧૦/૨૦૨૧ના રોજ ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા સ્થિત જનરલ હોસ્પિટલ સહિત વઘઇ, સુબિર, અને શામગહાનના સામુહિક આરોગ્ય કેન્દ્રો, તથા પિંપરી, ગાઢવી, ગલકુંડ, સાપુતારા, સાકરપાતળ, ઝાવડા, કાલીબેલ, શિંગાણા, અને પીપલદહાડ તથા ગારખડી ખાતેના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે વિશેષ ‘સ્વચ્છતા ડ્રાઈવ’ હાથ ધરવામાં આવી હતી.
ડાંગ જીલ્લામાં સ્થાનિક અગ્રણીઓ, અને ગ્રામજનો સહયોગથી આરોગ્યકર્મીઓએ હાથ ધરેલી આ ડ્રાઈવ દરમિયાન આરોગ્ય સંસ્થાઓના ખૂણેખૂણાની સ્વચ્છતા ઉપર વિશેષ લક્ષ્ય કેન્દ્રિત કરાયુ હતુ.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है