શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઈ માહલા
ડાંગ જીલ્લા મથક આહવાના સનસેટ પોઈન્ટ ખાતે આવેલી સેવન્થ ડે સ્કુલ ખાતે કરાયુ વૃક્ષારોપણ :
આહવા: ‘ક્લીન ઈન્ડિયા પ્રોગ્રામ’ અંતર્ગત ડાંગ જિલ્લામા તા.૧લી ઓક્ટોબરથી ચાલી રહેલા કાર્યક્રમના ભાગરૂપે તા.૪ થી ઓકટોબરે આહવાના સનસેટ પોઈન્ટ સ્થિત સેવન્થ ડે સ્કુલ ખાતે વૃક્ષારોપણ કરાયુ હતુ.
ડાંગ કલેક્ટર શ્રી ભાવિન પંડયા, તથા નાયબ વન સંરક્ષક શ્રી અગ્નિશ્વર વ્યાસની ઉપસ્થિતિ વચ્ચે જિલ્લા વહીવટી તંત્રે શાળા પરિસરમા બાળવૃક્ષોનુ વાવેતર કરીને, વૃક્ષારોપણનો મુક સંદેશ પાઠવ્યો છે.
નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી આર.બી.ચૌધરી તથા પરિક્ષેત્ર વન અધિકારી શ્રી રાહુલ પટેલની ટીમ દ્વારા આયોજિત આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જુદા જુદા ડાંગ જિલ્લાના અધિકારીઓએ તેમની આગવી ભૂમિકા અદા કરી હતી.