બ્રેકીંગ ન્યુઝ

ડાંગ આત્મા પ્રોજેકટ અને ખેતીવાડીમાં થયેલ કામોની તપાસ કરવાં કૃષિમંત્રીએ આદેશ આપતાં ફફડાટ ફેલાયો :

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, રામુભાઇ માહલા 

ગુજરાત આદિજાતી નિગમનાં ડીરેકટર બાબુરાવભાઈ ચૌર્યાની ફરીયાદ બાદ ડાંગ આત્મા પ્રોજેકટ અને ખેતીવાડીમાં થયેલ કામોની તપાસ કરવાં કૃષિમંત્રીએ આદેશ આપતાં ફફડાટ ફેલાયો 

આહવા, ડાંગ: ગુજરાત આદિજાતી નિગમનાં ડીરેકટર અને ડાંગ જિલ્લા ભાજપનાં માજીપ્રમુખ બાબુરાવભાઈ ચૌર્યાએ ગતરોજ ડાંગ જિલ્લા પચાયત હસ્તકનાં ખેતીવાડી વિભાગ અને આત્મા પ્રોજેકટર માં છેલ્લા બેવર્ષ માં થયેલ સમગ્ર કૌંભાંડની ફરીયાદ કૃષીમંત્રી કરી હતી તેમનાં વિભાગે નિયમ અનુસાર કાર્યવાહી સચિવને આદેશ કૌભાડીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે,

     ગુજરાત સરકારનાં કૃષિ વિભાગે ગુજરાત આદિજાતી નિગમનાં ડીરેકટર અને ડાંગ જિલ્લા ભાજપનાં માજી પ્રમુખ બાબુરાવભાઈ ચૌર્યાની ગત તારીખ 6-08-2021 નાં રોજ જિલ્લા ખેતીવાડી ડાંગ દ્રારા આરકેવીવાય યોજનામાં વર્ષ 2019-2021 અને વર્ષ 2020-2021 તથા સેન્દ્રીય ખેતી હેઠળ 2019-20 અને 2020-21 માં ડાંગ જિલ્લા આત્મા પ્રોજેકટ અંતર્ગત જૈવિક ખાતર દવાની કીટ અને બિયારણ પુરૂ ન પાડવા બાબતે ફરીયાદ ને ધ્યાને લઈ સચિવ કૃષિ, સહકાર વિભાગનાં (કૃષિ)ને કાયદેસર અનુસાર કાર્યવાહી કરવાનો આદેશ કર્યો છે   

   આદિજાતી નિગમનાં ડાયરેકટ બાબુરાવભાઈએ ફરીયાદ કરી હતી કે જિલ્લા પચાયત ખેતીવાડી વિભાગનાં અધિકારી સુનિલ પટેલ અને આત્મા પ્રોજેકટ ડાંગ ડાયરેકટર પ્રવીણ મંદાણી નાંઓ જિલ્લા બહારની એજન્સીઓ, કેટલીક લે-ભાગું મંડળીઓ સાથે ટકાવારી ગોઠવી ગુજરાત સરકાર દ્રારા ડાંગ જિલ્લાનાં આદિવાસી ખેડુતોને રોજગારી વધારવા અને પોત્સાહીત કરવાં અને આવકમાં પણ વધારો થાય તે માટે ડાંગ જિલ્લામાં 100 ટકા સેન્દ્રિય ખેતી જાહેર કરેલ છે સરકાર માંથી દર વર્ષે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ખેતીવાડી વિભાગ અને આત્મા પ્રોજેકટને આપવામાં આવે છે પરંતુ ડાંગ જિલ્લા પચાયતમાં ખેતીવાડી વિભાગ માં સેન્દ્રિય ખાતર, બિયારણ, ખાતર, દવાઓ અને ખેડુતો ઊપયોગી વિવધ સાધનો- ચીજવસ્તુઓ ખરીદવામાં આવે છે જયારે ડાંગ જિલ્લામાં આત્મા પ્રોજેકટર કચેરી ડાંગ જિલ્લાનાં ખેડુતોને સેન્દ્રીય ખેતી કરવા માટે જરૂરીયાત મુજબ જુદા-જુદા પ્રકારનાં સેન્દ્રીય ખાતર, ઈનપુટ, કીટ્રસ, લીમડાનો ખોળ, તેલ, જંતુ નાશક દવાઓ,પ્રવાહી જેવીક ખાતર અને બિયારણ જેવી ચીજવસ્તુ પુરી પાડી શકાય પરંતુ છેલ્લા બે વર્ષથી ડાંગ જિલ્લા આત્મા પ્રોજેકટ કચેરી અને જિલ્લા પચાયત ખેતીવાડી વિભાગ દ્રારા (વર્ષ-2019-2020અને વર્ષ 2020-2021 માં ખેડુતોને ખેતી અને સેન્દ્રીય ખેતી કરવા માટે જરૂરીયાત મુજબ જુદા-જુદા પ્રકારનાં સેન્દ્રીય ખાતર, ઈનપુટ, કીટ્રસ, લીમડાનો ખોળ, તેલ, જંતુ નાશક દવાઓ, પ્રવાહી જેવીક ખાતર અને બિયારણ જેવી ચીજવસ્તુંઓ કે સાધન સામગ્રી પુરી પાંડવામાં આવેલ નથી જે ગંભીર બાબત ગણાય સરકાર દ્રારા દર વર્ષ કરોડો રૂપિયાં આત્માં પ્રોજેકટન કચેરીને ખેડુતોને સહાય માટે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે તો છેલ્લા બે વર્ષનાં સરકાર દ્રારા કરોડો માટે ફાળવવામાં આવેલ કરોડો રૂપિયાની ગ્રાન્ટ કયાં ગયા છે ધરમપુર ની એ.બી.સી એજન્સી અન્ય કેટલીક એજન્સી, મંડળીઓનેં ડાંગ આત્મા પ્રોજેકટ કચેરી દ્રારા સોંપવામાં આવેલ કલ્ટર સહીત ની વિવિધ કામગીરી માત્ર કાગળ પર જ થયેલ છે ડાંગ ની ખાતર દવા અને બિયારણ વિતરણની કામગીરી જે ડાંગ સ્થાનીક મંડળીઓને ઓર્ડર આપવામાં આવેલ હતી પરંતુ સ્થાનીક મંડળીઓને રકમ મળી નથી જેનું ત્રીજી એજન્સી એબીસી, કાકડકુવામાં બારોબાર કેવી પહોચી ગયું તે પણ તપાસનો વિષય છે ડાંગ જિલ્લા જિલ્લા આત્મા પ્રોજેકટ તેમજ ખેતીવાડી વિભાગ માં એબીસી,કાકડકુવાનાં ખરીદીનાં તમામ બીલોની ચકાસણી જો કરવામાં આવે તો મસમોટું ભષ્ટ્રાચારનું કૌંભાંડ બહાર આવે તેમ છે તથા એજન્સીઓ જે ઊપરોકત તમામ વિષય

બાબતે તપાસ કરવાં રજુઆત(માંગ ) કરી હતી જે ફરીયાદને ધ્યાને લઈ કૃષિ સચિવ નો આદેશ થતાં કૌંભાડી અધિકારી તથા તેમનાં લે-ભાંગુ મંડળી અને એજન્સીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है