
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ભરૂચ સુનિતા રજવાડી
ઝઘડીયા જી.આઈ.ડી.સી ની ફાર્મસન ફાર્માસ્યુટિકલ ગુજરાત પ્રા.લી. કંપનીના કામદારો છેલ્લા ત્રણ દિવસ થી હળતાલ પર ઉતર્યા હતા.
“ફાર્મસન ફાર્માસ્યુટિકલ ગુજરાત પ્રાઇવેટ લીમીટેડ ” ના કામદારો છેલ્લા ત્રણ દિવસ થી હળતાલ પર ઉતર્યા હતા. કામદારો સાથે વાત કરતા જાણવા મળ્યું હતું કે,
કેટલાક સમય થી તેમના પગાર સહિત, ઓવર ટાઈમ નો પગાર પણ કંપની કોન્ટ્રાક્ટર દ્વારા આપવામાં આવતો નથી, તેમજ કંપની મા પાણી કે કોઇ પણ જાતની પ્રાથમિક સુવિધાઓ પણ આપવામાં આવતી નથી, અને શોષણ કરવામાં આવતુ હોવાનું જાણવા મળ્યું હતું,
તેના પગલે કંપની ના કામદારો એ આંતર રાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરીષદ ના ભરુચ જીલ્લા પ્રમુખ સુનિલ પ્રસાદ નો સંપર્ક કર્યો હતો, અને સો જેટલાં કામદારો એ લેખીત મા જાણ કરી હતી, જેના અનુસંધાન મા પ્રમુખ સુનિલ પ્રસાદ તથા ટીમ ની સાથે કંપની ના મેનેજમેન્ટ તથા અધિકારીઓ, કોન્ટ્રાક્ટર ,સાથે કામદારો ના મુદ્દાઓ વિશે વાત કરી હતી, અને કામદારો ના જે મુદ્દાઓ છે તેમને 4 દિવસ મા નિકાલ લાવવા કંપની ના મેનેજમેન્ટ ને જણાવ્યું હતું.