
શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
ડેડીયાપાડા નાં થાણા ફળીયામાં વધુ એક પોલીસનો સપાટો શ્રાવણીયા જુગારીયાઓમાં ફફડાટ ફેલાયો ૮ જુગારીયાઓને પોલીસે ઝડપી લીધા;
તારીખ ૨૮ ઓગષ્ટ શનિવારના રોજ અસામાજિક પ્રવૃત્તિઓના દુષણને દૂર કરવા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડેડીયાપાડા તેમજ પોલીસ સ્ટાફની નિષ્પક્ષ કામગીરી સામે આવી ડેડીયાપાડા ટાઉનમાં બેટરીના અજવાળે ખુલ્લી જગ્યામાં શ્રાવણીયો જુગાર રમતા ૮ જુગારીયાઓને મુદ્દામાલ સાથે પોલીસે સ્ટિંગ ઓપરેશન કરી દબોચી લીધા હતા,સુનિલ વાડગીયા વસાવાના રહેણાંક ઘરની પાછળ ખુલ્લી જગ્યામાં બેટરીના અજવાળે પૈસા વળે હાર જીતનો શ્રાવણીયો જુગાર રમી રમાળી ૮ ઇસમોમાં ગુલાબસીંગ મુળજીભાઈ વસાવા, મોહન તલારામ પટેલ, નિકંજભાઈ મેઘરાજ પાટીલ, જીગ્નેશ વિનોદભાઈ ખૈરનાર, શૈલેષ રતનભાઈ વસાવા, અક્ષય માંગીલાલ જૈન, હસમુખ હીરાલાલ વસાવા, નિરવભાઈ નરેશભાઈ મોદી, સુનિલભાઈ વાડગીયાભાઈ વસાવા તેઓ પાસેથી કુલ કિંમત રૂપિયા ૬૪,૯૪૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા ,જ્યારે અન્ય નયન વિનોદ ખૈરનાર, સંદીપસિંહ હેપ્પી (બેકરી વાળો), દિવ્યેશ વિઠ્ઠલભાઈ વસાવા, સુનિલભાઈ વાડગીયાભાઈ વસાવા ત્યાંથી નાસી છૂટ્યા હતા, આ તમામ વિરુદ્ધ ડેડીયાપાડા પોલીસે જુગારધારા કલમ ૧૨ મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.