ખેતીવાડી

વઘઈમાં હલકા ધાન્ય પાકોના ફાયદાઓ વિશે લોકજાગૃતિ લાવવાનો પ્રયાસ: 

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ પત્રકાર: દિનકર બંગાળ વઘઈ

વઘઈમાં હલકા ધાન્ય પાકોના ફાયદાઓ વિશે લોકજાગૃતિ લાવવાનો પ્રયાસ: 

વઘઈ:ડાંગ જિલ્લાના વઘઇમાં મિલેટ પ્રોસેસિંગ મશીન વિતરણ અને પ્રગતિશીલ ખેડૂતોને એવોર્ડ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. ડાંગ જિલ્લાનાં વઘઇમાં હલકા ધાન્ય સંશોધન કેન્દ્ર, નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા મિલેટસ કૃષિ મેળો તથા મહિલા ખેડૂત મંડળને મિલેટ પ્રોસેસિંગ મશીન વિતરણ અને પ્રગતિશીલ ખેડૂતોને એવોર્ડ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય પોષક અનાજ વર્ષ-2023ની ઉજવણીના ભાગરૂપે નવસારી કૃષિ યુનિવર્સિટી હસ્તકનાં વઘઇ હલકા ધાન્ય સંશોધન કેન્દ્ર દ્વારા વઘઇનાં કૃષિ કેમ્પસમાં મિલેટ્સ કૃષિ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કૃષિમેળામાં કાર્યક્રમનાં અધ્યક્ષ એવા નવસારી કૃષિ યુનિવર્સિટીનાં કુલપતિ ડો. ઝેડ.પી.પટેલ તથા અતિથિવિશેષ ડો. તિમુર અલ્હાવત, સંશોધન નિયામક, વિસ્તરણ શિક્ષણ નિયામક વગેરે હાજર રહ્યાં હતા. વઘઇ કૃષિ મહાવિદ્યાલયનાં આચાર્ય ડો.જે. જે પસ્તાગીયા દ્વારા મહેમાનોનું સ્વાગત કરાયું હતું. આ કાર્યક્રમમાં હલકા ધાન્ય પાકોથી થતા સ્વાસ્થ્યવર્ધક ફાયદાઓ વિશે લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો તેમજ વધુમાં નારી શક્તિ મહિલા મંડળને મિલેટ પ્રોસેસિંગ મશીનનું વિતરણ કરવામાં આવ્યું હતું. પ્રગતિશીલ અને અધ્યક્ષ ખેડૂતોને એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં દક્ષિણ ગુજરાતના જુદા જુદા જિલ્લામાંથી 700થી વધુ ખેડૂત ભાઈ-બહેનો હાજર રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है