શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
ડેડીયાપાડા તાલુકામાં ફરી ચાર દિવસ સુધી વેપારીઓ દ્વારા સ્વૈચ્છિક લોકડાઉન રાખવામાં આવ્યું:
ડેડીયાપાડાના તમામ વેપારીઓ પોતાની દુકાનો સ્વૈચ્છિક બંધ રાખવા નિર્ણય:
ડેડીયાપાડા તાલુકામાં કોરોના ના કેસ વધતા ડેડીયાપાડા ટાઉન ના વેપારીઓ દ્વારા ફરી તારીખ 19 એપ્રિલ 2021 થી 22 એપ્રિલ 2021સુધી સ્વૈચ્છિક ત્રણ દિવસ લોકડાઉન નો નિર્ણય કરવામાં આવ્યો હતો. જેથી ડેડીયાપાડા ના તમામ વેપારીઓ પોતાની દુકાનો સ્વૈચ્છિક બંધ રાખશે. કોરોના મહામારીનુ સંક્રમણ દેડિયાપાડા સહિત સમગ્ર નર્મદા જિલ્લામાં દિન પ્રતિદિન વકરી રહ્યુ છે. જેને અટકાવવા માટે અગમચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે અને તે માટે દેડિયાપાડા વેપારી મંડળ દ્વારા આ નિર્ણય લેવાયો છે. આ બાબતે દેડિયાપાડા લીમડા ચોક અને ચાર રસ્તા યાહા મોગી ચોક ખાતે બોર્ડ મૂકવામાં આવ્યા છે.