
ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ
ગોદરેજ એન્ટરપ્રાઇઝીસ ગ્રુપ ઇનોવેશન અને અર્ગોનોમિક્સ પર ધ્યાન સાથે ઓફિસ ફર્નિચર પોર્ટફોલિયો મજબૂત બનાવે છે:
ઇન્ટિરિયોનો 2027 સુધીમાં ઇન્સ્ટિટ્યૂશનલ સેગમેન્ટમાં 30 ટકાની વૃદ્ધિનો લક્ષ્યાંક
ગ્રામીણ ટુડે ન્યુઝ, મુંબઈ: ગોદરેજ એન્ટરપ્રાઇઝીસ ગ્રુપની અગ્રણી હોમ અને ઓફિસ ફર્નિચર બ્રાન્ડ ઇન્ટિરિયોએ જાહેરાત કરી છે કે તે નાણાંકીય વર્ષ 2027 સુધીમાં તેના બીટુબી બિઝનેસમાં 30 ટકાની વૃદ્ધિનું લક્ષ્યાંક રાખી રહી છે કારણ કે કંપની ઇન્સ્ટિટ્યૂશનલ ફર્નિચર સોલ્યુશન્સમાં તેની હાજરી વિસ્તારી રહી છે. ઓફિસ ફર્નિચર માર્કેટ 2024માં 5.8 અબજ યુએસ ડોલરથી 8.83 ટકાના સીએજીઆરથી વધીને 2033માં 13 અબજ યુએસ ડોલર થવાની સંભાવના છે ત્યારે ઇન્ટિરિયોએ વર્કસ્પેસ સોલ્યુશન્સમાં વધતી તકોનો લાભ લેવા અને તેના પ્રોડક્ટ પોર્ટફોલિયોમાં પરિવર્તન લાવવા માટે રૂ. 55 કરોડ ફાળવ્યા છે.
ઉભરતા ઓફિસ માર્કેટ અંગે ટિપ્પણી કરતા ઇન્ટિરિયોના બીટુબી બિઝનેસના હેડ અને સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ સમીર જોશીએ જણાવ્યું હતું કે “ભારતનું ઓફિસ સેક્ટર નોંધપાત્ર પરિવર્તન જોઈ રહ્યું છે જેમાં વૈશ્વિક કંપનીઓ અને એમએનસી હાઇ-પર્ફોર્મન્સ તથા ભવિષ્ય માટે તૈયાર વર્કસ્પેસીસ ઇચ્છી રહ્યા છે. ઇન્ટિરિયો ખાતે અમે કર્મચારીઓની ઉત્પાદકતા વધારે, સુખાકારીને પ્રોત્સાહન આપે અને ટકાઉ વ્યવસાય પદ્ધતિઓને ટેકો આપે તેવો ઓફિસનો માહોલ ડિઝાઇન કરવા માટે પ્રતિબદ્ધ છીએ. અમારા બીટુબી બિઝનેસનો નાણાંકીય વર્ષ 2026માં 15 ટકાની વૃદ્ધિનો લક્ષ્યાંક છે. ચપળ, ટેક્નોલોજી સંચાલિત અને પ્રીમિયમ ઓફિસ સોલ્યુશન્સ બનાવવાની અમારી નિપુણતા અમને ઉભરતા કોર્પોરેટ ક્ષેત્રમાં અગ્રણી કંપની બનાવે છે.”
ભારતના કોમર્શિયલ ઓફિસ ક્ષેત્રની માંગ આઈટી, બીએફએસઆઈ અને જીસીસીમાં ઓફિસ સ્પેસીસના લિઝિંગ અને વિસ્તરણના પગલે 2025માં 65-70 મિલિયન ચોરસ ફૂટ સુધી પહોંચવાની ધારણા છે જે નવીનતમ વર્કસ્પેસ ડિઝાઇન માટે નોંધપાત્ર તકો પૂરી પાડે છે. આ માંગને સંતોષવા માટે ઇન્ટિરિયો બહુરાષ્ટ્રીય કંપનીઓ, ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ અને પ્રગતિશીલ કંપનીઓની જરૂરિયાતો સંતોષે તેવા ફ્લેક્સિબલ, ટકાઉ અને ટેક્નોલોજીની બાબતે આધુનિક ઓફિસ એન્વાયર્મેન્ટ્સ ઊભા કરી રહી છે.
ઇન્ટિરિયોના પ્રોડક્ટ પોર્ટફોલિયોમાં ખાસ કરીને મોશન અને થ્રિલ ચેર અને ફ્લેક્સમીટ વર્કસ્ટેશન જેવી એર્ગોનોમિક કેટેગરીમાં મજબૂત આકર્ષણ જોવા મળ્યું છે. કંપનીએ તાજેતરમાં પોશ્ચર પરફેક્ટ ચેર અને મોશન મેશની સાથે હાઇટ-એડજસ્ટેબલ ડેસ્ક લોન્ચ કરીને તેના વેલનેસ પોર્ટફોલિયોનો વિસ્તાર કર્યો છે. વર્કસ્પેસમાં ટેકનોલોજી ઇન્ટિગ્રેશનની વધતી માંગને પહોંચી વળવા માટે ઇન્ટિરિયોએ નેટવર્ક લોકર્સ અને એવી સોલ્યુશન્સ જેવા નવીન સોલ્યુશન્સ પણ રજૂ કર્યા છે. કંપનીએ તેના પ્રોડક્ટ ડેવલપમેન્ટમાં નોંધપાત્ર નવીનતા દર્શાવી છે, જેમાં આશરે 70 પ્રોડક્ટ્સના ડિઝાઇન રજિસ્ટ્રેશન્સ થયેલા છે અને 9 પ્રોડક્ટ્સ પેટન્ટ ધરાવે છે. પેટન્ટ કરાયેલ મોશન ચેર યુઝર્સને ડાયનેમિક, થ્રી-ડાયમેન્શનલ બોડી મુવમેન્ટ માટે સક્ષમ બનાવે છે, જ્યારે પોશ્ચર પરફેક્ટ ચેર કરોડરજ્જુની ગતિવિધિઓને ટ્રેક કરે છે અને આરામ કરવાની દરેક સ્થિતિમાં સંપૂર્ણ બેક સપોર્ટ પૂરો પાડે છે. આધુનિક વર્કસ્પેસની બદલાતી જરૂરિયાતને ધ્યાનમાં રાખીને આ ઇનોવેશન્સ ખાસ રીતે તૈયાર કરવામાં આવ્યા છે.
ભારતીય બજારમાં પ્રવેશી રહેલી વૈશ્વિક બ્રાન્ડ્સ માટે ઇનોવેટિવ, ફંક્શનલ અને સુંદરતાની દ્રષ્ટિએ આનંદદાયક જગ્યાઓ બનાવવામાં ઇન્ટિરિયોએ એક અગ્રણી તરીકે પોતાનું સ્થાન મજબૂત બનાવ્યું છે, જેણે કોર્પોરેટ ઓફિસો, સરકારી સુવિધાઓ, બેંકિંગ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર (મેટ્રો, એરપોર્ટ), મ્યુઝિયમ્સ, ઓડિટોરિયમ, હેલ્થકેર, હોસ્પિટાલિટી, વેરહાઉસીસ અને રિટેલ સ્પેસીસ સહિતના વિવિધ સેક્ટર્સ 100 મિલિયન ચોરસ ફૂટથી વધુના 1500 થી વધુ પ્રોજેક્ટ્સ કર્યા છે. જનરલ કોન્ટ્રાક્ટિંગ, ટર્નકી પ્રોજેક્ટ્સ અને ડિઝાઇન તથા બિલ્ડ સર્વિસીઝ જેવા વ્યાપક સોલ્યુશન્સ પ્રદાન કરતી ઇન્ટિરિયો દરેક ક્લાયન્ટની અનન્ય જરૂરિયાતોને પૂર્ણ કરતા વિશ્વસ્તરના ઇન્ટિરિયર સોલ્યુશન્સ પૂરા પાડવા માટે તૈયાર છે કારણ કે કંપનીઓ ભારતમાં અત્યાધુનિક સુવિધાઓમાં રોકાણ કરવાનું ચાલુ રાખે છે. કંપનીની ઓફરમાં ઇન્ટિરિયર ડિઝાઇનથી લઈને MEP, સિક્યોરિટી, સર્વેલન્સ અને AV સિસ્ટમ્સ સુધીની દરેક વસ્તુનો તેમજ જનરલ કોન્ટ્રાક્ટિંગ, ડિઝાઇન અને અમલીકરણનો પણ સમાવેશ થાય છે.