શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, ભરૂચ સુનિતા રજવાડી
અંકલેશ્વર રૂરલ પો.સ્ટે.વિસ્તારમાંથી ને.હા.૪૮ ઉપર આવેલ પરિવાર હોટલના પાર્કીંગ માંથી ૨૦ લાખથી વધુ કિંમતના ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ભરેલ ટ્રક ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી
પોલીસ મહાનિરિક્ષક શ્રી હરીકૃષ્ણ પટેલ વડોદરા રેન્જ વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા નાઓ તરફથી પ્રોહી ગ્રે.કા પ્રવ્રુતિ ઉપર અસરકારક કામગીરી કરી પ્રોહીબિશનના કેશો શોધી કાઢવા આપેલ સુચના આધારે ભરૂચ એલ.સી.બી. ના પોલીસ ઇન્સપેક્ટર શ્રી જે.એન.ઝાલા નાઓના માર્ગદર્શન મુજબ એલ.સી.બી.ની અલગ અલગ ટીમ દ્રારા પ્રયત્નો હાથ ધરવામા આવેલ દરમ્યાન મળેલ બાતમી આધારે અંકલેશ્ર્વર રૂરલ પો.સ્ટે વિસ્તારમાં આવેલ પરિવાર હોટલ પાર્કીંગ માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ ભરેલ ટ્રક નંબર MP-09-HF-9507 માંથી બે આરોપી સાથે કુલ મુદ્દામાલ ૨૯,૦૦,૩૦૦/- નો કબજે કરી કાયદેસર કાર્યવાહી કરી અંકલેશ્ર્વર રૂરલ પો.સ્ટેમાં સોપવામાં આવેલ છે અને આ મુદ્દામાલ કયાંથી લાવવામાં આવ્યો અને કયાં પોહચાડવાનો હતો જે બાબતે સધન તપાસ ચાલુ છે.
પકડાયેલ આરોપી:-
(૧) ધર્મેન્દ્રસિંહ દેવીસિંહ તોમર ઉ.વ.-૩૫ રહે-મંડીવાડા તા-અંજડ જી-બડવાની મધ્યપ્રદેશ
(૨) પ્રિતેશ રાધેશ્યામ કેવટ ઉ.વ.-૨૪ રહે- બોરલાઇ અવલી વસાહત થાના-અંજડ તા-અંજડ જી-બડવાની મધ્યપ્રદેશ
પકડાયેલ મુદ્દામાલ:-
(૧) ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાંડ ના બોક્ષ નંગ ૪૯૪ કિ રૂ ૨૦,૯૮,૮૦૦/-
(૨) ટ્રક નંબર MP-09-HF-9507 કિ રૂ ૮,૦૦,૦૦૦/-
(૩) મોબાઇલ ફોન નંગ ૦૨ કિ રૂ ૧૫૦૦/-
કુલ મુદ્દામાલ કિ રૂ ૨૯,૦૦,૩૦૦/-
કામગીરી કરનાર ટીમ:-
પો.સ.ઇ પી.એસ.બરંડા તથા પો.સ.ઇ વાય.જી.ગઢવી તથા હે.કો જયેંદ્રભાઇ તથા હે.કો. ઉપેન્દ્રભાઇ તથા હે.કો. પરેશભાઇ તથા પો.કો મહિપાલસિંહ તથા પો.કો શ્રીપાલસિંહ તથા પો.કો મેહુલભાઇ તથા પો,કો વિશાલભાઇ વસાવા એલ.સી.બી ભરૂચ