શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, ભરૂચ સુનિતા રજવાડી
સુવા ગામથી ભારતીય બનાવટનો ઈંગલીશ દારૂ ઝડપી પાડી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી દહેજ પોલીસ:
પોલીસ મહાનિરીક્ષકશ્રી હરીકૃષ્ણ પટેલ વડોદરા વિભાગ, વડોદરા તથા પોલીસ અધિક્ષકશ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા જિલ્લો ભરૂચ નાઓ તરફથી જીલ્લામાં દારૂ-જુગાર સદંતરપણે નેસ્ત નાબુદ કરવા સુચના આપેલ હોય જે અનુસંધાને મદદનીશ પોલીસ અધીક્ષક શ્રી વિકાસ સુંઠા ભરૂચ વિભાગ, ભરૂચના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સપેક્ટર એ.સી,ગોહીલ નાઓએ આપેલ સુચના મુજબની દહેજ પો.સ્ટે.ના પોલીસ સ્ટાફ દહેજ પો.સ્ટે. વિસ્તારમાં હોળી-ધુળેટીના તહેવાર અનુસંધાને પેટ્રોલીંગમાં હતા દરમ્યાન અ.હેડ.કો, પંકેશભાઈ તુલસીરામ બ,ને, ૧ ૨૯૭ તથા અ.પો.કો. પિન્દ્રભાઈ ગટુરભાઈ બ.ને,૦૧ ૧૮૩ નાઓને સયુંકત મળેલ બાતમી આધારે સુવા ગામે નવા ફળિયામાં રહેતા નિરૂબેન W/૦ અર્જુનભાઇ શનાભાઇ ગોહિલ રહે. સુવા નવુ ફળીયુ તા.વાગરા જી.ભરૂચ નાઓના કજાના ઘરના વાડામાં આવેલ ખાડામાં ભારતીય બનાવટના ઈંગ્લીશ દારૂની સીગ્રામ’સ ઇઝપીરીયમ બ્લ હેન્ડ પીકેડ ગ્રીન વિસ્કીની શીલ બંધ ૧૮૦ મી.લી.ની બોટલો નંગ-૭૧૧ કિ.રૂ.૭૧,૧૦૦/- ની ખાખી કલરના બોક્ષ નંગ-૧૨ તથા ત્રણ મીણીયા કોથળામાં વેચાણ કરવાની ઈરાદે સંતાડી રાખી તેના ઘરે હાજર નહીં મળી આવી ગુનો કરવા બદલ પ્રોહી એક્ટ કલમ ૬પ એ.ઈ. મુજબ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.
કામગીરી કરનાર અધિકારી/કર્મચારી:
(૧) પો.સ.ઈ. શ્રી વી.આર,પ્રજાપતી, (૨) એ.એસ.આઈ. રમેશભાઈ ભુખણભાઈ (3) એ.એસ.આઈ, ધર્મેન્દ્રસિંહ નાગજીબાવા, અ.હેડ.કોન્સ,પેકેશભાઈ તુલસીરામ તથા અ.પો.કો, પિન્દ્રભાઈ ગટુરભાઈ દહેજ પોલીસ સ્ટેશન નાઓ દ્વારા કામગીરી કરવામાં આવેલ છે,