ક્રાઈમ

સુબીરમાં સ્માર્ટફોન સ્કેમ! રૂ.૫૧,૯૯૮ના OPPO-Vivo લઈ વ્યારાનો શખ્સ ફરાર:

ઇન્સ્ટાગ્રામની ઓળખાણ પડી મોંઘી:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ ૨૪x૭ વેબ પોર્ટલ

સુબીરમાં સ્માર્ટફોન સ્કેમ! રૂ.૫૧,૯૯૮ના OPPO-Vivo લઈ વ્યારાનો શખ્સ ફરાર:

ઇન્સ્ટાગ્રામની ઓળખાણ પડી મોંઘી:

પ્રદિપ ગાંગુર્ડે, ડાંગ: ડાંગ જિલ્લાના સુબીર તાલુકામાં એક મોબાઇલ વેપારી સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડીનો બનાવ સામે આવતા વેપારી વર્ગમાં ચકચાર મચી છે. ઘટનામાં વ્યારા તાલુકાના વ્યક્તિએ બે મોંઘા સ્માર્ટફોન લઈ રકમ ચૂકવ્યા વગર ફરાર થઈ જવાના આક્ષેપ સાથે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

પ્રાપ્ત માહિતી મુજબ, સુબીર ગામે યુસુફભાઈ શિવાજીભાઈ ગામિત ‘જાસ્મિન મોબાઇલ’ નામે મોબાઇલ અને ઇલેક્ટ્રોનિક્સની દુકાન ચલાવે છે. તારીખ ૨૦ નવેમ્બર ૨૦૨૫ના રોજ મિતેશભાઈ ગામિત (રહે. કપડવણ, તા. વ્યારા, જિ. તાપી) એ યુસુફભાઈને ફોન કરી રૂ.૧૫ હજારથી રૂ.૨૦ હજારની વચ્ચેનો મોબાઇલ ખરીદવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. સાથે જ, ટૂંક સમયમાં સંપૂર્ણ ચુકવણી કરી દેવાની ખાતરી પણ આપી હતી.

દુકાનદારે જણાવ્યું કે તેમની ઓળખાણ થોડા સમય પહેલાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ મારફતે થઈ હતી. આરોપીએ પોતે કોન્ટ્રાકટર હોવાનો દાવો કરી વિશ્વાસ જીત્યો હતો.

ઘટનાના દિવસે દુકાન માલિક કામસર ડોન ગામે ગયા હતા. તેમણે દુકાન પર હાજર કર્મચારીઓને સૂચના આપી હતી કે મિતેશભાઈ આવે તો પસંદ કરેલા મોબાઇલ આપી દેવા. ત્યારબાદ આરોપી દુકાન પર પહોંચ્યો અને બે મોબાઇલ ફોન લઈને ચાલ્યો ગયો.

ખરીદાયેલા મોબાઇલમાં ૧) OPPO Reno 14 5G જેની કિંમત રૂ.૩૭,૯૯૯ અને ૨) Vivo T4x 5G જેની કિંમત રૂ.૧૩,૯૯૯ છે. આ રીતે કુલ રૂ.૫૧,૯૯૮ની રકમ બાકી રહી છે. દુકાનદારે અનેક વખત સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હોવા છતાં કોઈ જવાબ ન મળતા છેતરપિંડી થયાની શંકા બળવત્તર બની હતી.

અંતે, વેપારીએ પોલીસનો સહારો લઈ ફરિયાદ નોંધાવી છે. પોલીસ સ્ટેશનના એએસઆઈ એ. જે. દેશમુખ દ્વારા ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે. હાલ આરોપીની શોધખોળ ચાલુ છે અને પોલીસે ટૂંક સમયમાં વધુ વિગતો બહાર આવવાની શક્યતા વ્યક્ત કરી છે.

આ બનાવને પગલે સ્થાનિક વેપારીઓએ સાવચેતી રાખવાની અને મોટા વ્યવહારોમાં પૂર્વચુકવણી લેવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है