શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ
સીંગપુરના પ્રાથમિક પશુ સારવાર કેન્દ્રના કિરણ ચૌધરીને ACBએ પકડ્યો, સોનગઢનો પશુધન નિરીક્ષક બકરાને ટેગ કરવા ના રૂપિયા ૧૦,૦૦૦ની લાંચ લેતાં ઝડપાય ગયો હતો , પંથકમાં લાંચિયા અધિકારીઓમાં ફફડાટ:
સરકારી યોજનામાં ખરીદેલા બકરાના પ્રમાણપત્ર માટે ૨૮ હજાર માંગ્યા હતા:
સોનગઢ: તાપી જીલ્લાના સોનગઢ તાલુકામાં સમાવિસ્ટ સીંગપુર ગામના પ્રાથમિક પશુ સારવાર કેન્દ્ર ખાતે પશુધન નિરીક્ષક તરીકે ફરજ બજાવતો કિરણ ચૌધરી લાભાર્થી પાસે સરકારી યોજનામાં ખરીદેલા બકરાને ઓળખ ચિન્હ કાનકડી (ટેગ) કરી આપવા રૂા.૧૦,૦૦૦ ની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાઈ ગયો હતો. સોનગઢના સિંગપુર 4 ગામના પ્રાથમિક પશુ સારવાર કેન્દ્ર ખાતે પશુધન નિરીક્ષક (લાઈવ સ્ટોક ઇન્સ્પેક્ટર) તરીકે ફરજ બજાવતો કિરણકુમાર છગનભાઈ ચૌધરી થોડા સમય પહેલા ઉચ્છલ તાલુકામાં પણ ચાર્જમાં હતો. ત્યારે ઉચ્છલ વિસ્તારના ખેતી અને પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલ અનુસૂચિત જનજાતિની એક મહિલા લાભાર્થીએ ૫૦ ટકા સબસીડી વાળી સરકારી યોજનામાં (૧૦+૧) બકરા એકમની ખરીદી કરી હતી. સરકારી યોજનામાં ખરીદવામાં આવેલા બકરાઓને ઓળખ ચિન્હ તરીકે કાન કડી (ટેગ)કરવાનું હોય છે. અને સાથે પ્રમાણપત્ર પણ મેળવવાનું હોય છે. આ કામગીરી કરવા માટે લાભાર્થી મહિલાના પતિએ પશુધન નિરીક્ષક કિરણ ચૌધરીનો સંપર્ક કર્યો હતો. તેથી કિરણ ચૌધરીએ બકરાઓને કાનકડી કરી આપવા તેમજ પ્રમાણપત્ર આપવાના અવેજ પેટે રૂા.૨૮,૦૦૦ ની લાંચની માંગણી કરી હતી. રકઝકને શા અંતે રૂા.૧૦,૦૦૦ આપવા પડશે તેવું નક્કી થયું હતું. પરંતુ ફરિયાદી લાંચ ની રકમ આપવા માંગતા ન હોય તેમણે એસીબીનો સંપર્ક કર્યો હતો. વ્યારા એસીબીની ટીમે લાંચનું છટકું ગોઠવતા ગત તા.૨૮-૨-૨૦૨૪ના સાંજે દેખ આરોપી વ્યારાની જનક હોસ્પિટલની એ બાજુમાં આવેલ ઇન્ડિયન પેટ્રોલ પંપની સામે ત્રણ રસ્તા પર જાહેરમાં ફરિયાદી પાસે રૂા.૧૦,૦૦૦ની લાંચ લેતા તા ઝડપાય ગયો હતો. એસીબીએ આરોપી પર કિરણ ચૌધરીની અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. એસીબીના છક્ડા માં ઝડપાયેલ પશુધન નિરીક્ષક અ છેલ્લા ઘણા સમયથી સોનગઢ તાલુકામાં હર ફરજ બજાવતો હતો.