શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ
સાપુતારા પોલીસની ઊંઘ હરામ કરતા તસ્કરો વધુ એક ઘરફોડીની ઘટના:
ગતરોજ નવાગામ ખાતે હાથફેરો કરી ફરાર ચૂસ્ત બંદોબસ્ત વચ્ચે પોલીસ બની મૂકદર્શક:
પ્રદિપ ગાંગુર્ડે, સાપુતારા: ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં આવેલ સાપુતારા પોલીસ સ્ટેશનથી માત્ર બે કિલોમીટર દૂર આવેલ નવાગામ (સાપુતારા) ખાતે ગતરોજ ચોરોની ટોળકી ત્રાટકી અને ઘરફોડી કરી ચોરીને અંજામ તસ્કરો દ્વારા અપાયો છે. દિપકભાઈ નાનાજી શેવાળે (મુળ રહે, કલવન ખુર્દ તા. કલવણ જી. નાશિક, મહારાષ્ટ્ર) નાઓ વતની અને હાલ નવાગામ (સાપુતારા) ખાતે ભાડાંનાં મકાનમાં રહી સાપુતારા ખાતે આવેલ પેટ્રોલ પંપની બાજુમાં પંચરની દુકાનથી રોજગારી મેળવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે.
તા:૨૭/૧૨/૨૦૨૪ ના રોજ તેમના સાળા યોગેશ (રહે, જળગાવ મહારાષ્ટ્ર) ના હાથે ફેકચર થયો હોવાથી સાસુ સસરા પણ જળગાવ રહેતા હોવાથી મળવા માટે ભાડે રહેતા મકાનને તાળું મારીને પોતાની ફોરવીલ ગાડીમાં પરિવાર સાથે જળગાવ જવા માટે રવાના થયા હતા. તે વખતે રાત્રિ ના અરસામાં ઘરફોડી કરતાં તસ્કરોની ટોળકીએ દરવાજો પર લાગેલ તાળું જોતાં ધારદાર તીક્ષ્ણ હથિયાર વડે દરવાજાની કડી કાપી ઘરમાં ઘુસી સામાન વેરવિખેર કરી ઘરમાંથી રૂપિયા ૧,૪૭,૩૬૬ મતાની ચોરીને અંજામ આપી ફરાર થયા છે. સાપુતારા પોલીસ સ્ટેશનનાં પોલીસ ઇન્સ્પેક્ટર આર. એસ. પટેલે ફરીયાદ નોંધી ચોરોને પકડવા તપાસનો ધમધમાટ શરૂ કરી દિધો છે.
વાતતો નવાઈની એ છે કે, સાપુતારા પોલીસ સ્ટેશનનાં હદ વિસ્તારમાં ચોરોની ટોળકી ત્રાટકી રહી છે ઘરફોડીના બનાવો દિવસે ને દિવસે વધી રહ્યા છે. તસ્કરો અત્યાર સુધી પોલીસના સકંજાથી દુર બેખોફ ફરી અને સાપુતારા પોલીસના હદ વિસ્તારમાં બેખોફ ચોરીઓને અંજામ આપી રહ્યા હોવાથી સાપુતારા પોલીસ સ્ટેશનનાં હદ વિસ્તારમાં લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. લોકો પોતાને અસુરક્ષિત અનુભવી રહ્યા છે વિસ્તારમાં વધતા ચોરીનાં બનાવો અને વારંવાર બનતી ઘટનાઓ જોતાં લોકોનો વિશ્વાસ પોલીસ પરથી સલામતી, સુરક્ષા વ્યવસ્થા બાબતે વિશ્વાસ ઓછો થઈ રહ્યો છે.
હાલ તો તસ્કરોએ સાપુતારા પોલીસને ચેલેન્જ આપતી ઘરફોડી કરી ચોરીને અંજામ આપ્યો છે. સાપુતારા પોલીસ સ્ટેશનથી માત્ર બે કિલોમીટર દૂર ચોરોએ ચોરી કરી. પોલીસના નાક નીચેથી ચોરી કરી હોવાનો બનાવ બન્યો અને પોલીસ મૂકદર્શક બની જોતી રહી. જેવી ચર્ચાઓએ લોકોમાં જોર પકડ્યું છે. શાંતિ અને સુરક્ષા માટે જાણીતી પોલીસની કામગીરી પર લોકોએ સવાલો ઉઠાવ્યા છે.
આ બધી જ ચોરીઓ કોઈ એક ટોળકી, ગેંગ દ્વારા સાપુતારા પોલીસ ના હદ વિસ્તારમાં કરાતી હોય તેવી ચર્ચાઓ લોકો દ્વારા સાંભળવા મળી છે. હાલ ચોરીના કિસ્સાઓ વધતા લોકો ભય હેઠળ જીવવા મજબુર બન્યા છે, હવે પોલીસ દ્વારા ચુસ્ત પેટ્રોલિંગ કરવામાં આવે અને આવા અસમાજિક તત્વોને વહેલી તકે પકડી પાડી જેલના સળિયા પાછળ ધકેલવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. હાલ 31 ડિસેમ્બર ને લઈ પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ચાલી રહયો છે.