શ્રોત:ગ્રામીણ ટુડે ન્યુઝ, વાંસદા કમલેશ ગાંવિત
વાંસદા પોલીસ ટીમ માટે નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક ઋષિકેશ ઉપાધ્યાય અને એસ. જી. રાણા ની જુગારની પ્રવૃત્તિ અને દારૂની પ્રવૃત્તિ અટકાવવા ની સુચના મુજબ બાતમીના આધારે રાત્રિના સમયે પેટ્રોલિંગ કરતા મારુતિ સ્વિફ્ટ ડિઝાયરમાં વિદેશી દારૂ ભરેલી કાર ને ઝડપી વાંસદા પોલીસે સફળતા પ્રાપ્ત કરી.
વાંસદા સિનિયર પીએસઆઇ વિરેન્દ્રસિંહ વાઘેલા તથા એ.એસ.આઈ અનિલભાઈ લક્ષ્મણભાઈ બાતમીના આધારે પેટ્રોલિંગ દરમ્યાન ખાભલા, પટેલ ફળિયા ખાતે રહેતા ફિલીપભાઈ મંગળભાઈ માહલા તેના મિત્ર સંજયભાઈ દેવુભાઈ જીરવાડ રહેવાસી. વાંગણ ગાગોડા ફળીયા પોતાની સફેદ કલરની મારુતિ સુઝુકી સ્વિફ્ટ ડિઝાયર ગાડી નં. GJ21.CA.5886 માં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી લઇ ખાભલા થી વાંગણ તરફ જનાર છે એવી બાતમી હતી, રાત્રિના પેટ્રોલિંગ કરતા વાંગણ ગામે આવી નાકાબંધીમાં કરી તે દરમ્યાન સફેદ કલરની સ્વિફ્ટ ડિઝાયર કાર નજરે પડતા ગાડીને ઉભી રાખવાનો ઈશારો કરતા કાર ચાલકે પોતાની કાર પુર ઝડપે હંકારી રસ્તાની સાઈડે ઉભી રાખી ચાલક અને ક્લીનર દરવાજો ખોલી ઉતરીને ભાગી ગયાં હતાં. હેડ કોન્સ્ટેબલ નિલેશભાઈ અરવિંદભાઈએ તેમને ઓળખી જતાં બૂમો પાડી ઊભા રાખવાની કોશિશ કરી છતાં પણ ઊભા ના રહ્યા. અંધારા નો તેમજ જંગલનો લાભ લઇ તેઓ ભાગી ગયાં હતાં.
ગાડીમાં તપાસ કરતાં વિદેશી દારૂ ટીન બિયરો ના ૧૧નંગ બોક્સ કુલ નંગ ૪૦૮ જેની કુલ કિંમત રૂપિયા ૨૮૮૦૦નો મુદ્દામાલ તથા ગાડી કિંમત ૫ લાખ અને એક મોબાઈલ ફોન કિંમત રૂપિયા ૫૦૦૦ મળી કુલ ૫.૩૩.૮૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો સંજય જીરવાડ અને ફિલિપ માહલા વિરૃધ્ધ ગુનો દાખલ કરી તેઓને વોન્ટેડ જાહેર કરી સિનિયર પીએસઆઈ વાઘેલાએ વધુ તપાસ હાથ ધરી છે.