શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,ભરૂચ સુનિતા રજવાડી
પોલીસ મહાનિર્દેશક શ્રી સી.આઇ.ડી. ક્રાઇમ અને રેલ્વેઝ ગુજરાત ગાંધીનગર નાઓ તરફથી પેરોલ ફર્લો, વચગાળાના જામીન, પોલીસ જાપ્તા તથા જેલમાંથી ફરાર કેદી-આરોપીઓ ઝડપી પાડવા સારૂ તા. ૨૭/૧૦/૨૦૨૦ થી તા.૦૪/૧૧/૨૦૨૦ સુધી સ્પેશયલ ડ્રાઇવ રાખવામાં આવેલ હોય તેમજ પોલીસ મહાનિરિક્ષકશ્રી હરિકૃષ્ણ પટેલ વડોદરા રેન્જ, વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ નાઓની સુચના અનુસંધાને પો.સ.ઇ.શ્રી બી.ડી.વાઘેલાનાઓના માર્ગદર્શન હેઠળ ભરુચ પેરોલ ફર્લો સ્કોર્ડ ની ટીમના માણસો ફરાર કેદી/આરોપી પકડવા સારૂ હાંસોટ પો.સ્ટે. વિસ્તામાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન હ્યુમન ઇન્ટેલીજન્સ આધારે બાતમી મળતા હાંસોટ પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૧૯૯૦૪૪૨૦૦૦૫૧/૨૦૨૦ મુજબના પ્રોહિબીશન એક્ટ હેઠળ દારૂ પીધેલાના ગુનાના કામે નામદાર કોર્ટ દ્વારા જામીન ન મળતા ભરૂચ સબ જેલ ખાતે મોકલી આપેલ આરોપી દિનેશભાઇ દેવેન્દ્રભાઇ મેઘાણી રહે. ખરચ, પરમાર ફળીયું, નવચેતન સ્કુલની સામે તા. હાંસોટ જી.ભરૂચનાને COVID-19 કોરોના વાયરસ સામે સાવચેતી ધ્યાને રાખીને મજકુર આરોપીને નામદાર કોર્ટ ભરૂચ દ્વારા તા. ૩૦/૦૩/૨૦૨૦ ના રોજ સાત માસના ટેમ્પરરી જામીન પર મુક્ત કરવામાં આવેલ જે આરોપીને તા. ૩૧/૧૦/૨૦૨૦ ના રોજ ભરૂચ સબ જેલ ખાતે હાજર થવાનું હોય જે હાજર ન થતા ફરાર થઈ ગયેલ જે આરોપીને આજ રોજ તા. ૦૪/૧૧/૨૦૨૦ નારોજ ખરચ, તા.હાંસોટ જી.ભરૂચ ખાતેથી હસ્તગત કરવામાં આવેલ છે. અને હાલની કોરોના વાયરસ (COVID-19) મહામારીની પરિસ્થિતિના કારણે સંક્રમણ અટકાવવા સારૂ તેમજ આરોપી નો COVID-19 ટેસ્ટ કરાવવા સારૂ તેમજ આગળની કાર્યવાહી કરવા હાંસોટ પો.સ્ટે. સુપ્રત કરવામાં આવેલ છે.
ઉપરોકત કામગીરી ભરૂચ પેરોલ ફર્લો સ્કોડના પો.સ.ઇ. બી.ડી.વાઘેલા તથા અ.હે.કો. મગનભાઇ દોલાભાઇ તથા અ.હે.કો. નિલેશભાઇ નારસિંગભાઇ તથા પો.કો. ધર્મેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ તથા પો.કો. શિવાંગસિંહ પ્રતાપસિંહ તથા પો.કો.અનિલભાઇ દિતાભાઇ નાઓ દ્વારા ટીમવર્કથી કરવામાં આવેલ છે.