ક્રાઈમ

લુંટના ગુનામાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડતી નેત્રંગ પોલીસ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,ભરૂચ સુનિતા રજવાડી

પોલીસ મહાનીરીક્ષક શ્રી હરીકૃષ્ણ પટેલ વડોદરા રેન્જ વડોદરા તથા પોલીસ અધિક્ષક શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમાં ભરૂચ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી ચિરાગ દેસાઈ અંકલેશ્વર વિભાગ , અંકલેશ્વર નાઓએ પો.સ્ટે . વિસ્તારમાં બનેલ ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા આપેલ સુચના અનુસંધાને પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળેલ કે નેત્રંગ પો.સ્ટે . ગુ.ર.નં- I-૪ર/૨૦૧૯ IPC કલમ – ૩૯૫,૩૯૭,૪૫૨, ૪૨૭, ૫૦૪,૫૦૬ ( ૨ ) તથા GPCT.૧૩૫ મુજબના ગુનાના કામના આરોપી ( ૧ ) અતુલભાઇ કમલેશભાઇ , ઉં.વ .૨૦ , રહે . ઝોકલા , હવેલી ફળીયું , તા.વાલીયા , જી.ભરૂચ ( ૨ ) સુરેશભાઇ રામુભાઇ વસાવા , ઉં.વ .૩૨ , રહે – ઝોકલા , ઝરા ફળિયું.તા.નેત્રંગ , જી.ભરૂચ નાઓ પોતાના ઘરે આવેલ હોવાની માહીતી આધારે ઉપરોક્ત બાતમી વાળા ઘરને ચારે બાજુથી કોર્ડન કરી ઉપરોક્ત બન્ને આરોપીઓ પકડાઈ જતા હસ્તગત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

પકડાયેલ આરોપીઓ :
( ૧ ) અતુલભાઇ કમલેશભાઇ , ઉં.વ .૨૦ , રહે . ઝોકલા , હવેલી ફળીયું , તા.વાલીયા , જી.ભરૂચ
( ૨ ) સુરેશભાઇ રામુભાઇ વસાવા , ઉં.વ .૩૨ , રહે.ઝોકલા , ઝરા ફળિયું , તા.નેત્રંગ , જી.ભરૂચ

કામગીરી કરનાર અધિકારી / કર્મચારીના નામ :
સદર કામગીરી નેત્રંગ પો.સ્ટે.ના પો.સ.ઈ. એન.જી.પાંચાણી તથા અ.હે.કો. વિજયસિંહ કાનાભાઈ બ.નં -૧૦૮૨ અ.હે.કો.મુળજીભાઇ ખાનસિંગભાઇ બ.નં .૧૪૮૪ , તથા અ.હે.કો. જગદિશભાઈ પાંચાભાઈ બ.નં .૯૦૧ તથા પો.કો.જીગ્નેશભાઈ જસવંતભાઈ બ.નં .૧૦૩૮ તથા પો.કો.પ્રકાશભાઇ ભુપતભાઈ બ.ને. ૧૨૩૨ તથા પો.કો.કિશનભાઇ પાંડિયાભાઇ બ.નં .૧૧૦૫ તથા અમિતભાઈ મહેશભાઈ બ.નં -૧૨૩૦ તથા અજીતભાઈ મંગાભાઈ બ.નં -૧૪૮૨ નાઓ દ્વારા કરવામાં આવેલ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है