
શ્રોત: ગ્રામીણ ટુડે સુરત,માંગરોળ.
સુરત જીલ્લાનાં તાલુકા મથક માંગરોળ ખાતે આવેલી ૧૧૮ વર્ષથી સેવારત ટ્રસ્ટ દ્વારા સંચાલિત એસ.પી.એમ.બોઇઝ સ્કૂલમાં ફરજ બજાવતાં શિક્ષક વય નિવૃત થતાં વિદાય આપવામાં આવી.
તાલુકા મથક માંગરોળ ખાતે આવેલી ૧૧૮ વર્ષ જૂની કે.આઈ. મદરેસા ટ્રસ્ટ સંચાલિત એસ.પી.એમ. બોઇઝ સ્કૂલમાં ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ફરજ બજાવતાં બસીર ખ્વાજા, ૩૨ વર્ષ સુધી સતત ફરજ બજાવી વય નિવૃત્ત થતાં સ્ટાફ પરિવાર તરફથી વિદાય આપવા માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, એમની ૩૨ વર્ષની સેવાની કદર કરવામાં આવી હતી, ફુલહાર, શાલ ઓઢાડી અને સ્મૃતિભેટ આપી સન્માન કરવામાં આવ્યું સાથે લાંબા અને સુખી,તંદુરસ્ત જીવનની આપી શુભેચ્છાઓ આપી કર્યા વિદાય: આજ રોજ વયનિવૃત થતાં વિદાય પ્રસંગે ટ્રસ્ટના પ્રમુખ શબ્બીર ઘીવાલા, મેનેજીંગ ટ્રસ્ટી ઇસ્માઇલ પટેલ, ઇબ્રાહીમ મેમાંન, અહમદ રાવત, ઇસ્માઇલ આદમજી પટેલ, ઝુંબેર બોબત, આચાર્ય સઇદભાઈ લીલગર,સ્ટાફ પરિવાર હાજર રહયો હતો.