
શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ
સાગબારા- ડેડીયાપાડા નેશનલ હાઇવે ઉપર મેડીયાસાગ પાસે કારમાં વિદેશી દારૂ લઈ જતી વખતે પલ્ટી મારતાં દારૂની રેલમછેલ; લોકોએ ચલાવી લુંટ…!!!
ગુજરાત સરહદે આવતા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મીઓની મિલીભગત સિવાય તેને ગુજરાતમાં ઘુસાડવો શક્ય જ નથી..!!
સાગબારા તારીખ 13,જાન્યુઆરી,2023 નાં રોજ સાગબારા – ડેડીયાપાડા નેશનલ હાઇવે ઉપર આવેલા મેડિયાસાગ ગામના સ્મશાન પાસે વિદેશી દારૂ ભરેલી સ્કોડા કાર પલ્ટી ખાતા દારૂની રેલમછેલ જોવા મળી હતી, જોકે કાર ચાલક નો અકસ્માતમાં અદભુત બચાવ છતાં ઘટના સ્થળે થી ફરાર થવામાં સફળ થયો હતો. ડેડીયાપાડા પોલીસે આ અંગે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
સાગબારા -ડેડીયાપાડા નેશનલ હાઇવે ઉપર સાગબારા થી 18 કી.મી. દૂર અને ડેડીયાપાડા થી 8 કી.મી. નજીક મેડિયાસાગ ગામ નજીક આવેલા સ્મશાન નજીક હાઇવે ઉપર ગત રાત્રે વિદેશી દારૂના જથ્થા પુરઝડપે આવતી સ્કોડા કાર રોડ સાઇડે પલ્ટી ખાતા વિદેશી દારૂની રેલમછેલ જોવા મળી હતી. ત્યારે કહેવાય છે કે આ સ્કોડા કારનો પોલીસ દ્વારા પીછો કરાઈ રહ્યો હતો ત્યારે બુટલેગર કાર ચાલકે પોલીસ થી બચવા જતા સ્ટેરિંગ ઉપરથી કાબુ ગુમાવતા કાર પલ્ટી ખાઈ ગઈ હતી. જો કે અકસ્માતમાં કાર ચાલક બુટલેગર નો આબાદ બચાવ થયો હતો અને ઘટના સ્થળે થી ફરાર થવામાં કામયાબ થયો હતો. સ્કોડા કાર ઝાડ ના થડ સાથે ભયંકર રીતે અથડાતા સ્કોડા કાર પલ્ટી ખાઈ ગઈ હતી જેમાં કારનું એક ટાયર આખેઆખું છૂટું પાડીને નીકળી ગયું હતું.
ડેડીયાપાડા પોલીસે વિદેશી દારૂનો જથ્થો લઈને આવતા આ કાર ચાલક બુટલેગર વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.સાથે સાથે આ વિદેશી દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો અને ક્યાં લઇ જવાતો હતો અને કોણે ભરાવ્યો અને કોણે મંગાવ્યો તે દિશામાં આગળ તપાસ કરી રહી છે. સ્કોડા કારમાં લાખો રૂપિયાના જુદી જુદી બ્રાન્ડના વિદેશી દારૂના હોલ સહિત કવાટરિયા પોલીસે કબજે લઇ કાર્યવાહી હાથ ધરી છે, તેમજ ગુજરાતમાં હવે તો રોજબરોજ તેમજ વારે તહેવારે વિદેશી દારૂ પીવાનો ક્રેઝ વધતો જાય છે ત્યારે એક તરફ ગુજરાતમાં દારૂબંધી છે ત્યારે તેને છૂટ થી વેચાણ કરી શકાય તેમ ન હોઈ બુટલેગરો ચોરી છુપી થી ગુજરાતમાં વિદેશી દારૂ ઘુસાડીને તગડી આવક રળી રહ્યા છે. જેમાં ગુજરાત સરહદે આવતા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મીઓની મિલીભગત સિવાય તેને ગુજરાતમાં ઘુસાડવો શક્ય જ નથી. સરહદી પોલીસ સ્ટેશનોની યાદીમાં નર્મદા જિલ્લામાં આવેલા સાગબારા પોલીસ મથકનો પણ તેમાં સમાવેશ થાય છે.જ્યાંથી રોજબરોજના અસંખ્ય વાહનો જેવાકે બાઇક ,કાર ,ટેમ્પા સહિત ટ્રક અને કન્ટેનરમાં વિદેશી દારૂ ગુજરાતમાં ખુબજ શીફ્ટ પૂર્વક અને એકદમ આસાનીથી ઘુસાડવામાં આવે છે જેમાં પોલીસ સેટિંગ સિવાય તે શક્ય નથી. સાગબારા પોલીસ મથક સામેથી તેમજ ગુજરાત મહારાષ્ટ્ર સરહદે આવેલી ઘનશેરા પોલીસ ચેક પોસ્ટ ઉપર 10 થી 15 પોલીસ જવાનો સાથે હોમગાર્ડ ના જવાનો ફરજ બજાવતા હોવા છતાં વિદેશી દારૂ પસાર કઈ રીતે થાય છે તે તપાસ નો વિષય છે. સાથે જ પલ્ટી થયેલ કાર માંથી બે જુદા જુદા નંબરની નંબર પ્લેટ મળી આવી છે. વિદેશી દારૂના મોટા જથ્થા સાથે ગુજરાતમાં આવી રહેલી સ્કોડા કાર ડેડીયાપાડા ના મેડિયાસાગ પાસે આવેલ સ્મશાન નજીક પલ્ટી ખાઈ જતા વિદેશી દારૂ વેરવિખેર થયો હતો. જ્યારે આ પલ્ટી થયેલ કારમાંથી પોલીસ ને બે જુદા જુદા નંબરની નંબર પ્લેટ મળી આવી હતી. જેમા એક નંબર પ્લેટ ઉપર GJ 05 RQ 1940 અને બીજી નંબર પ્લેટ ઉપર MH 05 BD 55 એમ ગુજરાત મહારાષ્ટ્ર ની બે જુદા જુદા નંબરની નમ્બર પ્લેટ મળી આવી હતી.
રિપોર્ટર: સર્જન વસાવા નર્મદા,