
શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, ભરૂચ સુનિતા રજવાડી
હાંસોટ પોલીસ સ્ટેશનના રાયોટીંગ તેમજ મારા-મારીના અલગ-અલગ બે ગુનાઓમા છેલ્લા ચાર વર્ષથી વોન્ટેડ આરોપીને ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી
પોલીસ મહાનિરિક્ષક શ્રી હરીકૃષ્ણ પટેલ વડોદરા રેન્જ વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા નાઓ તરફથી જીલ્લામા દારૂ/જુગાર ની ગે.કા.ની પ્રવ્રુત્તિ અટકાવવા તેમજ શોધી કાઢવા સારૂ તથા નાસતા-ફરતા આરોપીઓ ઝડપી પાડવા સુચના આપવામા આવેલ હોય ભરૂચ એલ.સી.બી.ના પોલીસ ઇન્સપેક્ટર શ્રી જે.એન.ઝાલા નાઓના માર્ગદર્શન મુજબ એલ.સી.બી.ની અલગ અલગ ટીમ દ્રારા પ્રયત્નો હાથ ધરવામા આવેલ દરમ્યાન આજરોજ અંક્લેશ્વર વિસ્તારમા પેટ્રોલીંગ દરમ્યાન એલ.સી.બી ટીમને બાતમી હકીકત મળેલ કે હાંસોટ પો.સ્ટે. ના સને-૨૦૧૭ મા નોંધાયેલ રાયોર્ટીંગના ગુનામા તેમજ સને-૨૦૧૯ મા નોંધાયેલ મારા-મારીના ગુનામા છેલ્લા ચાર વર્ષથી વોન્ટેડ આરોપી અબ્દુલખાલીક ઇકબાલ ગામત રહે-હાંસોટ નો અંક્લેશ્વર ખાતે આવેલ છે જે મળેલ બાતમી આધારે એલ.સી.બી ટીમે વોચમા રહી વોન્ટેડ આરોપી અબ્દુલખાલીક ઇકબાલ ગામત(શેખ) રહે-હાંસોટ લિત સાગર રાઠોડવાડ તા-હાંસોટ જી-ભરૂચ નાને અંક્લેશ્વર ખાતેથી ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી કરી હાંસોટ પોલીસને વધુ તપાસ અર્થે સોંપવા કાર્યવાહી કરેલ છે.
પકડાયેલ આરોપી:
અબ્દુલખાલીક ઇકબાલ ગામત(શેખ) રહે-હાંસોટ લિલત સાગર રાઠોડવાડ તા-હાંસોટ જી-ભરૂચ
ગુનાઓની વિગત:
(૧) ગુ.ર.નંબર- । ૨૫/૨૦૧૭ ઇ.પી.કો.કલમ-૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯,૩૨૪, ૩૨૫,૫૦૪,૫૦૬(૨), જી.પી.એકટ -૧૩૫ મુજબ
(૨) ગુ.ર.નંબર- ૧ ૨૦/૨૦૧૯ ઇ.પી.કો.કલમ-૩૨૩, ૩૨૪, ૫૦૪, ૫૦૬(૨),૧૧૪ જી.પી.એકટ-૧૩૫ મુજબ
આરોપીનો ગુનાહીત ઇતિહાસ:
પકડાયેલ આરોપી વિરૂધ્ધ સને-૨૦૧૭ મા હાંસોટ પો.સ્ટે.મા મારા-મારી તેમજ ચોરીના બે અલગ-અલગ ગુનાઓ નોંધાયેલ છે,
કામગીરી કરનાર ટીમ:
પો.સ.ઇ પી.એસ.બરંડા તથા પો.સ.ઇ વાય.જી.ગઢવી તથા ASI કનકસિંહ,હે.કો ચંદ્રકાંતભાઇ તથા હે.કો.ઉપેન્દ્રભાઇ,હે.કો.દિલીપકુમાર ,હે.કો.અજયભાઇ, હે.કો.વર્ષાબેન, પો.કો.અશોકભાઇ, પો.કો.નિમેષભાઇ એલ.સી.બી ભરૂચ