ક્રાઈમ

મર્ડર કરી એક્સીડન્ટના ગુનામાં ખપાવી દેવાનું કાવતરૂ ઘડનારા આરોપીઓને કલાકોમાં પકડી ગુનો ડીટેક્ટ કરતી એલ.સી.બી. નર્મદા તથા તિલકવાડા પોલીસ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર

મળતી માહીતી મુજબ શ્રી. એમ.એસ.ભરાડા , ઇચા પોલીસ મહાનિરીક્ષક , વડોદરા વિભાગ , વડોદરા તથા શ્રી.હિમકર સિંહ , પોલીસ અધિક્ષક , નર્મદાનાઓએ જીલ્લામાં બનતા શરીર સબંધી તેમજ મિલ્કત સબંધી ગુનાઓને અંકુશમાં રાખવા સારૂ તેમજ અનડીટેક્ટ ગુનાઓ ડીટેક્ટ કરવા અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવાના સુચના પગલે સુશ્રી વાણી દુઘાત , ના.પો.અધિ. કેવડીયા વિભાગનાઓના સુપરવિઝન હેઠળ શ્રી એ.એમ.પટેલ , પોલીસ ઇન્સ્પેક્ટર , એલ.સી.બી. નાઓ તથા એલ.સી.બી.ટીમ તથા શ્રી.પી.ટી.ચૌધરી , ઇચા . સી.પી.આઇ. કેવડીયા તથા શ્રી એમ.બી.વસાવા , પો.સ.ઇ , તિલકવાડા તથા શ્રી.સી.એમ.ગામીત , પો.સ.ઇ. તિલકવાડા તથા તિલકવાડા પોલીસ ટીમ તિલકવાડા પો.સ્ટે . એ – પાર્ટ ન . ૩૮૪/૨૦૨૧ ઇ.પી.કો. કલમ ૩૦૨ મુજબના ગુનાના કામે પહાડ ગામના પુલ પાસે શનાભાઇ નાનાભાઇ બારીયા રહે .માંગુ તા.તિલકવાડા જી.નર્મદાનાને કોઇ અગમ્ય કારણોસર માથાના ભાગે ગંભીર ઇજાઓ કરી મોત નિપજાવી અકસ્માતમાં ખપાવી દેવાના ઇરાદે એક્ટીવા મોટર સાયકલ સાથે હાઇ – વે રોડ ઉપર નાખી દીધેલ જે ગુનો તા .૦૯ / ૦૭ / ૨૦૧૧ ના રોજ દાખલ થયેલ હોય જે ગુનાની તપાસ દરમ્યાન પ્રથમ દ્રષ્ટીએ જ મર્ડર થયેલ હોવાનું જણાઇ આવતા ઉપરોકત તમામ ટીમો તપાસમાં જોડાયેલ . આ ગુનાના કામે ટેક્નીકલ સર્વેલન્સ તેમજ ખાનગી બાતમી આધારે એલ.સી.બી. ટીમને માહીતી મળેલ કે ( ૧ ) અલ્તાફખાન ઝાકીરહુસેન ઘોરી ( ૨ ) સદામહુસેન ઝાકીરહુસેન ધોરી ( 3 ) અશરફખાન રસુલખાન ઘોરી ( ૪ ) કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર તમામ રહે .ચુડેશ્વર તા.તિલકવાડા જી.નર્મદાનાઓએ આ ખુન કરેલ હોવાની ચોક્કસ બાતમી મળેલ જે બાતમી આધારે આ ચારેય આરોપીઓને યુક્તિ – પ્રયુક્તિથી પુછપરછ કરી તેઓએ અગાઉ ઝગડાની અદાવત રાખીને આ ખુન કરેલ હોવાની કબુલાત કરતા આરોપીઓએ ગુનો કરવા વાપરવામાં આવેલ હથિયાર તથા મરણજનાર શનાભાઇનાઓની સંતાડી દીધેલ સોનાની ચેઇન તથા નાખી દીધેલ મોબાઇલ ફોન તથા ડાયરી રીકવર કરી ગણત્રીના કલાકોમાં અનડીટેક્ટ મર્ડર ડીટેક્ટ કરી તમામ આરોપીઓને ગુનાના કામે તિલકવાડા પો.સ્ટે.ને સોંપી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી .

પોલીસ અધિક્ષકશ્રી , નર્મદાનાઓએ જીલ્લામાં અનડીટેક્ટ ગુના ડીટેક્ટ કરવાની સુચના અનુસંધાને શરીર સબંધી તથા મિક્ત સબબ ગુનાઓને ડામવા તેમજ શરીર સબબ ગુનાઓ આચરનારાઓની પ્રવૃતિને અંકુશમાં લાવવા સારૂ નર્મદા પોલીસ સતત પ્રયત્નશીલ છે .

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है